Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

વોર્ડ નં. ૧૮ અને ર માં પાણીની રેલમછેલ ! તકનીકી ખામી

કોઠારીયા રોડ પરના હાપલિયા પાર્કમાં ૪ ઇંચની પાઇપલાઇન તૂટતા નદીઓ વહી : સોસાયટીમાં પાણી વિતરણ ખોરવાયું : બજરંગવાડીમાં વાલ્વ બગડી જતા પાણી ચાલુ રહ્યું : હજારો લીટર પાણી વેડફાઇ ગયુ

રાજકોટ, તા. ર૮ :  શહેરનાં વોર્ડ નં. ૧૮ અને રનાં વિસ્તારોમાં આજે સવારે તકનીકી ખામીને કારણે હજારો લીટર પાણી વેડફાયું હતું.

આ અંગે સત્તાવાર પ્રાપ્ વિગતો મુજબ વોર્ડ નં. ૧૮માં આવેલ હાપલિયા પાર્કમાં આજે સવારે ૪ ઇંચની પાણી વિતરણની પાઇપલાઇન ''એર લોકીંગ''ની તકનીકી ખામીને કારણે તુટી ગઇ હતી. જેના કારણે પાણીનાં ફુવારાઓ ઉડ્યા હતા અને રોડ ઉપર પાણીની નદીઓ વહી હતી. ૭ હજાર લીટર જેટલું પાણી વેડફાયું હતું. જો કે બાદમાં તાત્કાલીક રીપેરીંગ કાર્ય ઇજનરોએ શરૂ કરી દીધું હતું છતાં આ સોસાયટીમાં ર૦ મીનીટ સુધી પાણી વિતરણ ખોરવાયેલ રહ્યું હતું.

બજરંગવાડીમાં વાલ્વ ખરાબ

આજે સવારે શહેરમાં વોર્ડ નં.રમાં પણ આવેલ બજરંગવાડી વિસ્તારમાં પાણીનો વાલ્વ ખરાબ થઇ જતા પાણી વિતરણ ચાલુ રહી ગયું હતું જેના કારણે વિસ્તારનાં મકાનોમાં પાણી ઓવરફલો થઇ રોડ ઉપર વહેવા લાગ્યા હતા.

જો કે બાદ લતાવાસીઓ દ્વારા તાત્કાલીક અધિકારીઓને જાણ કરતા વાલ્વનું રીપેરીંગ હાથ ધરી પાણી બંધ કરાયું હતું.

(3:54 pm IST)