Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

પ્રયોગશીલ ગણાતી નચિકેતા સ્કુલીંગ સીસ્ટમની મુલાકાત દરમિયાન બાળકો સાથે સંવાદ

સો વાર નાપાસ થાજો પણ નાસીપાસ ન થતાં : જીજ્ઞેશદાદા

રાજકોટ  :નચિકેતા સ્કુલિંગ સિસ્ટમ એક પય્રોગશીલ શાળા છે, કેળવણીના વિધ વિધ પ્રયોગો સાથે દર મહિને અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો ફ્રેન્ડસ ઓફ સ્કૂલના માધ્યમથી નચિકેતાઓને જીવન ઘડતરના અમૂલ્ય પાઠ ભણાવે છે, ત્યારે પ્રખ્યાત કથાકાર પૂ. જીજ્ઞેશદાદાએ તાજેતરમાં સાઇરામ દવેની આ વિશિષ્ઠ શાળાની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો. એન્જીનીયરીંગનું શ્રેષ્ઠ ભણતર મેળવ્યાબાદ ખૂબ સંઘર્ષ કરીને નાની ઉંમરે પ્રસિદ્ધિ મેળવનાર જીજ્ઞેશદાદાએ બાળકોને કહ્યું હતું કે સો વાર નાપાસ થજો પરંતુ જીવનમાં કદી નાસીપાસ ન થતાં હકારાત્મક અભિગમ જ જીવનને સકારાત્મકતા બક્ષે છે. સુંદર સંવાદ સાથે કથાકારે બાળકોને જીવનમાં  ધર્મ અને આધ્યાત્મની બાલ્યકાળમાં જરૂરીયાત શું? તેનું યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમમાં કથાકાર જીજ્ઞેશદાદા સાથે વિષ્નુંપ્રસાદ દવે સાઇરામ દવે તથા અવધેશભાઇ કાનગડ હાજર રહ્યા હતા.

(3:53 pm IST)