Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

પ્રજાસત્તાક પર્વે બાળકો માટે સાયકલીંગ ઇવેન્ટ

રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા ૧૯ મીએ 'સોપાન સાયકલોકિડસ' શીર્ષકતળે આયોજન : તા. ૧ સુધી રજીસ્ટ્રેશન ચાલુ

રાજકોટ તા. ૨૮ : મ્યુ. કોર્પોરેશન અને રાજકોટ રેન્ડોનીયર્સના સંયુકત ઉપક્રમે પ્રજાસત્તક પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૯ જાન્યુઆરીના 'સોપાન સાયકલોકિડ્સ' નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ રેન્ડોનીયર્સના આગેવાનોએ જણાવેલ કે બાળકો ટી.વી. અને મોબાઇલ કલ્ચરથી દુર રહી રમત ગમત અને શારીરીક કસરત તરફ વળે તેવા આશયથી બાળકો માટે સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરાયુ છે.

૧૯ મીએ યોજાનાર આ 'સોપાન સાયકલોકિડસ' કોઇ સ્પર્ધા નહી હોય પરંતુ બાળકોનો સાયકલીંગ તરફ ઉત્સાહીત કરવાનો પ્રયાસ હશે. ભાગ લેનાર દરેક બાળકને ટીશર્ટ અને સર્ટીફીકેટ તેમજ આકર્ષક મેડલ અપાશે. ઉપરાંત લકકી ડ્રો દ્વારા વિજેતા થનારને ઇનામો પણ અપાશે.

આ માટેનું રજીસ્ટ્રશન તા. ૧ જાન્યુઆરી સુધીમાં કરાવી લેવા સાયકલ ઝોન, ટાગોર રોડ, ટ્રેક એન્ડ ટ્રેલ ઇન્દીરા સર્કલ, ઇન ડીઝાઇન સ્ટુડીયો કોટેચા નગર મેઇન રોડ, જી કિડ્સ યુનિવર્સિટી રોડ, સ્વામિનારાયણ ભુવન  ભાવનગર રોડ, વી સેલ ઝોન ન્યુ જાગનાથ પ્લોટ, એક્રોલોન્સ ચિલ્ડ્રન કલબની સીટી ઓફીસ, શકિત બિલ્ડીંગ, શિવ સંગમ મેઇન રોડ, યુનિ. રોડ ખાતે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ દરમિયાન સંપર્ક કરી શકાશે. અથવા ફેસબુક પેઇઝ cyclokids2020 ઉપર વિઝીટ કરી શકાશે.

આ ઇવેન્ટને સફળ બનાવવા મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, ડે. કમિશ્નર ચેતન નંદાણી, જીનીયસ ગ્રુપના ચેરમેન ડી. વી. મહેતાના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કો-ઓર્ડીનેટર્સ પરાગ તન્ના, પરેશ બાબરીયા, વિજય દોંગા, શ્રીકાંત તન્ના સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઇવેન્ટ આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:49 pm IST)