Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જાન્યુ.ની ૬ તારીખથી વડતાલમાં એસટીના નિવૃત કર્મચારીઓનું રાજયકક્ષાનું સંમેલન : અનેક પ્રશ્ને ચર્ચા

નાણાકીય ગોલમાલ કરનાર તમામ હોદ્દેદારો બરતરફ : પેન્શન મુદ્દો ખાસ ચર્ચાશે

રાજકોટ, તા. ર૮ : આગામી તા. ૬ જાન્યુ.થી ત્રણ દિવસ સુધી વડતાલ ખાતે ચિંતન શિબિર યોજવામાં આવી છે. જેમાં એસટીના નિવૃત કર્મચારીઓના પ્રશ્ને ચર્ચાવિચારણા થશે.

તાજેતરમાં દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા નિવૃત કર્મચારી ફેડરેશન દ્વારા દિલ્હી ખાતે નિવૃત કર્મચારીઓના પ્રશ્ને  જંગી રેલી યોજવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં નિવૃત એસટી કર્મચારીઓના પેન્શન  સહિતના પ્રશ્નો અંગે જે રજુઆતો કરવામાં આવી હતી.

વડતાલ ખાતે આયોજિત નિવૃત એસટી કર્મચારીઓના રાજય કક્ષાના સંમેલનમાં આપવામાં આવશે. તદ્ઉપરાંત નિવૃત કર્મચારીઓના પ્રશ્નોની જાણકારી મેળવીને આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તે મુદ્દે પણ ચર્ચાવિચારણા કરવામાં આવશે.

ગુજરાત એસ.ટી. નિગમના નિવૃત ૩પ હજાર કર્મચારીઓમાંથી ૧૬ હજાર કર્મચારીઓ ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘ સાથે જોડાયેલા રહ્યા છે, પરંતુ આ નિવૃત કર્મચારીઓના નામે નાણાંકીય ગેરશિસ્ત આચરવામાં આવી હોવાથી ફરીયાદ પરથી તા. ૧૦-૧-ર૦૧૯ના બહુચરાજી ખાતે આયોજિત બેઠકમાં તમામ હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા હોવાનું જણાવી લેટરપેડનો દુરૂપયોગ કરનાર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં હોવાનું વર્તમાન નિવૃત એસટી કર્મચારી સંઘ જણાવે છે

(11:36 am IST)