Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

એબીસી પ્લે હાઉસમાં ક્રિસમસ ઉજવણી

 સત્યસાંઇ રોડ ખાતે આવેલ એબીસી પ્લે હાઉસમાં ક્રિસમસ નિમિતે વેશભુષા અને ડાન્સ સ્પર્ધાઓ યોજાઇ હતી. સૈનિક, મોર, પરી, રાણી લક્ષ્મીબાઇના પાત્રો જીવંત થયા હતા. ડાન્સમાં પણ જીએસટી અને નોટબંધની થીમ રજુ થઇ હતી. પરીણામો જાહેર થતા કુ. હાર્દી ભાલોડીયા પ્રથમ સ્થાને આવેલ. કુ. પ્રેક્ષા દવે, કુ. આર્યા, કુ. આરાધ્યા, વિવાન વારા, કુ. કાવ્યા અગ્રસ્થાને આવેલ. સાંતાકલોઝના હસ્તે તમામ બાળકોને ગીફટ વિતરણ થયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્લે હાઉસના સંચાલીકા અલ્કાબેન સોનાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)