Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ભાવનગર રોડ પર દારૃની ર૪ બોટલ સાથે મહંમદ પીંજારા પકડાયો

ભગવતીપરામાં રુકસાના ના મકાનમાંથી ૧ર બોટલ જપ્ત

રાજકોટઃ ભગવતી પરા મીયાણાવાસમાં મહિલાના મકાનમાં દારૃનો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ  આર.એસ. ઠાકરની સૂચનાથી ડી સ્ટાફના પીએસઆઇ એમ.એફ. ડામોર , પીએસઆઇ મહેશગીરી, એભલભાઇ, વિરમભાઇ, અજીતભાઇ, હિતુભા, મહેશભાઇ, મનોજનભાઇ તથા કિરણભાઇએ ભગવતીપરા મીયાણાવાસમાં આવેલ રુકસાના ના બંધ મકાનમા તલાશી લેતા બાથરૃમમાંથી રૂ. ૭ર૦૦ ની કિંમતની દારૃની  ર૪ બોટલો મળી આવતા કબજે કરી હતી.

જયારે બીજા દરોડોમાં  થોરાળા પોલીસ મથકના એએસઆઇ બી.કે. ડાંગર તથા કોન્સ્ટેબલ રોહીતભાઇ કવોટે બાતમીના આધારે ભાવનગર રોડ ફાયર બ્રિગેડ પાસે  દરોડો પાડી એકટીવા માંથી દારૃની ૧૮ બોટલ સાથે મહંમદ મજીદભાઇ પીપરવાડીયા (ઉ.વ.ર૯) (પીંજારા) (રહે. જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ)ને પકડી લઇ કાર્યવાહીકરી હતી.

(1:16 pm IST)