Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સાંજે રાજકોટ -મોરબી હાઇવે પર ઓરપેટ કંપનીમાં અચાનક આગ ભભૂકી :સ્ક્રેપના જથ્થામાં લાગી આગ

મોરબી રાજકોટ હાઈવે પર આવેલી ઓરપેટ કંપનીમાં સમી સાંજે અચાનક આગ ફાટી નીકળતા ફાયરની ત્રણ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો

   મોરબીની ઓરપેટ કંપનીના પાછળના ભાગમાં સાંજે આગ લાગ્યાની જાણ થતા ફાયરની બે ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ ભીષણ હોવાથી વધુ એક ગાડીને સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને ત્રણ ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

આગને પગલે કોઈ જાનહાની ના થતા રાહતનો શ્વાસ લીધો હતો અને આગ સ્ક્રેપના જથ્થામાં લાગી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

(10:50 pm IST)