Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સીઆરસી ભરતીમાં બદલી વિકલ્પની તક આપવા કરાર આધારિત કર્મચારીઓની માંગ

રાજકોટ, તા. ૧૧ :. સર્વ શિક્ષણ અભિયાનમાં સીઆરસી ભરતીમાં બદલી વિકલ્પની તક આપ્યા વગર જ જાહેરાત પ્રસિદ્ધ કરી દેતા કરાર આધારિત કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે રોષ ફેલાયો છે.

સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત કાયમી શિક્ષકોમાંથી પ્રતિનિયુકિત દ્વારા સીઆરસી તરીકે ફરજ બજાવતા હતા પરંતુ ઓનલાઈન કામગીરીનું ભારણ અને શાળાઓની સંખ્યામાં મહત્તમ વધારો થતા કેટલાક કર્મચારીઓએ રાજીનામાનું કારણ દર્શાવી પ્રતિનિયુકિત રદ્દ ગણવા સાથે શાળા માંગણી કરી હતી તેને ગ્રાહ્ય રાખી ૪૫ જેટલા સીઆરસીઓના રાજીનામા અને અગાઉના માસે જિલ્લા ફેરબદલીમાં ખાલી રહી ગયેલ ૩૩૦ જેટલી જગ્યાઓ મંજુર કરી આ જગ્યાએ નવા કર્મચારીઓની નિમણૂક ન અપાઈ ત્યાં સુધી ફરજ ચાલુ રાખવાની શરતે પ્રતિનિયુકિત રદ્દ કરવાની મંજુરી આપવામાં આવી હતી.

ખાલી જગ્યા ઉપર જિલ્લા-તાલુકા કક્ષા સુધી અરસપરસ બદલી માટે તક આપવામાં આવેલ હતી પરંતુ આ  વખતે આવી તક આપવામાં આવી નથી. પરિણામે મહિલા કર્મચારીઓને દૂરના તાલુકા સુધી અપડાઉનની સ્થિતિનો સામનો કરવો પડશે. કરાર આધારિત કર્મચારીઓને સીઆરસી ભરતીમાં બદલી વિકલ્પની તક આપવા પ્રચંડ માંગણી ઉઠી છે.

(3:26 pm IST)