Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

થોરાળા પોલીસે ૧.૮ લાખનો ૨૬૪ દારૂ પકડ્યોઃ પસીયા કોળીની શોધ

પસીયાએ ભાવનગર રોડ પર વોંકળાના પુલ નીચે દારૂની પેટીઓ છુપાવી હતીઃ ગાંધીગ્રામ પોલીસે ૧૦ બોટલ સાથે રઘુ કુંભારને પકડ્યો

રાજકોટ તા. ૨૦: દારૂના બે દરોડામાં થોરાળા પોલીસે ૨૬૪ બોટલ જપ્ત કરી હતી. જ્યારે ગાંધીગ્રામ પોલીસે ૧૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો. થોરાળાના પી.આઇ. એસ. એન. ગડુએ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગની સુચના આપી હોઇ કોન્સ. આશિષ દવે, દર્શન સોલંકી અને દિનેશ માંડાણીને બાતમી મળી હતી કે ભાવનગર રોડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાના વોર્ડ નં. ૧૫ની ઓફિસની બાજુમાં વોંકળાના પુલ નીચે એક શખ્સ દારૂનો જથ્થો લઇને ઉભો છે. આ માહિતી પરથી પીએસઆઇ પી.ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, કોન્સ. કનુભાઇ, ભરતસિંહ પરમાર, રોહિતભાઇ કછોટ, સહદેવસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા સહિતે દરોડો પાડતાં ચુનારાવાડ-૮ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતો પરષોત્તમ ઉર્ફ પસીયો અરજણભાઇ કોળી રૂ. ૧,૦૮,૪૦૦નો ૨૬૪ બોટલ દારૂ રેઢો મુકી ભાગી ગયો હતો. તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઇ છે.

બીજા દરોડામાં ગાંધીગ્રામના પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. જાડેજા, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કિશોરભાઇ ઘુઘલ, કનુભાઇ બસીયા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, શૈલેષભાઇ કગથરા, દિનેશભાઇ વહાણીયા સહિતે દિગુભા, ગોપાલભાઇ અને કનુભાઇની બાતમી પરથી ગાંધીગ્રામ ગોૈતમનગર-૪/૫ના ખુણે 'લુણાઇ કૃપા' નામના મકાનમાં દરોડો પાડી હેમાંશુ ઉર્ફ રઘુ ભુરાભાઇ જાદવ (કુંભાર) (ઉ.૨૧)ને રૂ. ૩૦૦૦ના ૧૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(4:20 pm IST)