Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મવડી માધવ પાર્કના પટેલ વિલાસબેન ગોધાસરાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા.૨૦: મવડી રીંગ રોડ આસ્થા ચોકડી પાસે માધવ પાર્ક-૧માં રહેતાં વિલાસબેન કાંતિભાઇ ગોધાસરા (ઉ.૪૯) નામના પટેલ મહિલા સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ અજીતસિંહ જાડેજા અને રિતેશભાઇ પટેલએ જરૂરી કાર્યવાહી હતી.  મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ નિવૃત આર્મીમેન છે અને હાલમાં ઇલેકટ્રીકની દૂકાન ચલાવે  છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.  (૧૪.૬)

(4:19 pm IST)