Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગવર્નમેન્ટ ઓફીસર્સ કલબ દ્વારા ટેનીસ તથા ક્રિકેટ ટુર્ના.ની વિજેતા ટીમોને ટ્રોફી વિતરણ : શહીદોને શ્રધ્ધાંજલી

રાજકોટ : ગવર્નમેન્ટ ઓફીસર્સ જીમખાના કલબ દ્વારા આયોજીત ૩૬ મી મેજર હાર્વે એચજે ઇન્ટર કલબ ટેનીસ ટુર્નામેન્ટ તથા ૩૧ મી મેજર હાર્વે ઇન્ટર ડીપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ કલબમાં ઓફીસર્સ જીમખાના સભ્યો, અધિકારીઓ, ખેલાડીઓની ઉપસ્થિતીમાં યોજાય ગયો. શરૂઆતમાં પુલવામામાં શહીદ થયેલ સીઆરપીએફના જવાનોને બે મીનીટ મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. મુખ્ય મહેમાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહીદ જવાનોને યાદ કર્યા બાદ રમતવીરોને પ્રોત્સાહન મળે તેવું વકતવ્ય આપેલ. બાદમાં ઇનામ વિતરણ સમારોહ શરૂ કરાતા ક્રિકેટમાં વિજેતા બને રાજકોટ રેલ્વે-આર.પી.એફ. ટીમને તથા રનર્સ અપ બનેલ સીટી પોલીસ ટીમને ઇનામો તથા ટ્રોફી વિતરણ તેઓના હસ્તે કરાયુ હતુ. ડી.આર.એમ. શ્રી પી. બી. નીનાવેના હસ્તે ટેનીસ ટુર્નામેન્ટની વિજેતા ટીમ રાજકોટ જીમખાના કલબને તેમજ રનર્સ અપ ટીમ સુરેન્દ્રનગરની ટીમને ઇનામો અને ટ્રોફી એનાયત કરાયા હતા. કર્નલ રોહીત સોંઘે ક્રિકેટના ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શનના ઇનામો આપેલા. ટુર્નામેન્ટને સફળ બનાવવા શશી આડેસરા, એમ. બી. જાદવ, ડો. અમિત અગ્રાવત, એચ. એમ. મહેતાએ જહેમત ઉઠાવી હતી. માનદ રેફરી તરીકે જે. પી. બારડ, પ્રકાશભાઇ બક્ષીએ સેવા આપી હતી. જયારે સમગ્ર સમારોહનું સંચાલન શશી આડેસરાએ કરેલ. (૧૬.૨)

 

(4:18 pm IST)