Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ન.પ્રા. શિક્ષણ સમિતિ દ્વારા કાલથી શહેર કક્ષાનો બાળ રમતોત્સવ

ત્રણ ઝોનમાં આયોજનઃ વાલી સંમેલન - સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ તા.ર૦  : નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા ચાલુ ફેબ્રુઆરી તથા આગામી માર્ચમાં બાળકોના સર્વાગી વિકાસ  તથા શિક્ષણ સમિતિના વિવિધ પ્રવૃતિ પ્રોજેકટની માહિતી વાલીઓને મળે તે માટે બાળ રમતોત્સવ - વાલી સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન ભારતીબેન રાવલે જણાવ્યા મુજબ તા.ર૧મીએ ગુરૂવારે એથ્લેટીક ગ્રાઉન્ડ રેસકોર્ષ ખાતે શહેર કક્ષાનો બાળ રમતોત્સવ   યોજવામાં આવેલ છે. જેમાં લીંબુ ચમચી, પ૦-૧૦૦ મીટર દોડ, ખો-ખો, લંગડી, કબટી જેવી ઇવેન્ટમાં શિક્ષણ સમિતિના ઝોન કક્ષાના વિજેતા બાળકો ભાગ લેશે.

વાલીઓ માટે સેન્ટ્રલ ઇસ્ટ, વેસ્ટ, એમ ત્રણ ઝોનમાં  વિશાળ વાલી સંમેલન યોજવામાં આવશે. જેમાં નિષ્ણાંત  મોટીવેશનલ વકતા વાલીઓને સંબોધન કરશે. જેમાં તા.ર૩મીએ શનિવારે સવારે ૧૦ વાગ્યે શાળા નં.૧૯ ખાતે તથા બપોરે ૪ વાગ્યે શાળા નં.૬૩ ખાતે તથા તા.રપમીએ સોમવારે શાળા નં.ર૬ ાતે સવારે ૧૦ વાગ્યે તથા શાળા નં.૬૭માં બપોરે ૪ વાગ્યે તેમજ તા.ર૬મીને મંગળવારે સવારે ૧૦ વાગ્યે શાળા નં.૬૯ ખાતે તથા બપોરે ૪ વાગ્યે શાળા નં.૯૩ ખાતે વાલી સંમેલન યોજાશે.

તા.ર૮ ફેબ્રુ ૧-ર માર્ચે અટલ બિહારી બાજપાઇલ હોલખાતે સાંજે ૬ થી ૯ શિક્ષણ સમિતિનાં બાળકોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. વેસ્ટ ઇસ્ટ તથા સેન્ટ્રલ ઝોનનો કાર્યક્રમ અલગ અલગ તારીખે યોજવામાં આવેલ છે.

સમગ્ર આયોજન માટે વિવિધ  સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં શાસનાધિકારી સંજયભાઇ ડોડીયા, યુ.આર.સી. કો.ઓર્ડી. શૈલેષભાઇ ભટ્ટ, દિપકભાઇ સાગઠીયા, ચેતનભાઇ ગોહેલ, તમામ વોર્ડના સી.આર.સી. આચાર્ય, શાળા પરિવાર કાર્યક્રમ સંદર્ભે  આયોજન કરી રહયા છે.

સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિીીતના સદસ્યો સર્વશ્રી મુકેશભાઇ મહેતા, કિરણબેન માંકડીયા, ગૌરવીબેન ધ્રુવ, અલ્કાબેન કામદાર, ભાવેશભાઇ દેથરીયા, સંજયભાઇ હીરાણી, જગદીશભાઇ ભોજાણી, કિશોરભાઇ રાઠોડ, ડો. રાજેશભાઇ ત્રિવેદી, રહીમભાઇ સોરા, શરદભાઇ તલસાણીયા, મુકેશભાઇ ચાવડા, ધીરજભાઇ મુંગરા માર્ગદર્શન આપી રહયા છે.

(4:18 pm IST)