Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કેએસપીસી દ્વારા ઉત્પાદકતા સમારોહનું સમાપન : ઉદ્યોગરત્નોને એવોર્ડ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ઉજવાયેલ ઉત્પાદકતા સપ્તાહનો સમાપન સમારોહ કાન્સીલના બાન હોલ ખાતે રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીના મુખ્ય મહેમાનપદે તથા નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલ ગાંધીનગરના રિજયોનલ ડાયરેકટર શિરિષ પાલીવાલના અતિથિ વિશેષપદે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષપદે કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય તન્વી ગાદોયાએ  કાર્યક્રમની ભુમિકા રજુ કરેલ. જયારે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયાએ ઉપસ્થિત મહેમાનોનો પરીચય રજુ કર્યો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત પ્રમુખ હસુભાઇ દવે અને માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાએ કરેલ. કાઉન્સીલે ૬૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વર્ષે ખાસ સૌરાષ્ટ્રના નવ ઔદ્યોગિક એકમોને 'ઉદ્યોગ રત્ન' નો એવોર્ડ એનાયત કરી તેમનું સન્માન કરેલ. જેમાં રમેશભાઇ પટેલ - એફએમ પીબીડબલ્યુ બેરીંગ્સને લાઇફ અચીવમેન્ટ એવોર્ડ, ટાટા કેમીકલ્સ મીઠાપુરને બેસ્ટ એચઆર પ્રેકટીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાવડીને એકસલન્સ ઇન બિઝનેસ ગ્રોથ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ યુનિટઃ ઇન્ડીયન રેયોન, વેરાવળને એકસલન્સ ઇન પ્રોડકટીવીટી, જયોતિ સીએનસી, મેટોડાને એકસલન્સ ઇન ઇનોવેશન, બાન લેબ્સ રાજકોટને બ્રાન્ડ એકસલન્સી, એચ.જે. ઇન્ડસ્ટ્રીઝને વર્લ્ડ કલાસ ટેકનોલોજી, પ્રશાંત કાસ્ટીંગ્સને એકસલન્સ ઇન એકસ્પોર્ટ, પી.એમ.ડીઝલ્સને એકસલન્સ ઇન કવોલીટીનો એવોર્ડ કાર્યક્રમના મુખ્ય મહેમાન સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી તથા કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના હસ્તે એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના  ચેરમેન દિપકભાઇ સચદેએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાઉન્સીલ ગવર્નીંગ બોડીના સભ્ય તન્વી ગાદોયાએ કરેલ. કાર્યક્રમમાં કાઉન્સીલના પૂર્વ પ્રમુખ જયંતભાઇ દેસાઇ, કાઉન્સીલના  ઉપપ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, કોષાધ્યક્ષ રામભાઇ એચ. બરછા, ટીપીસીના કો-ચેરમેન બી.એસ.માન, કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય હિરાભાઇ માણેક, ડો. જયોતિન્દ્ર જાની, ડો. હિતેશ શુકલ, ડો. અનિલ કામલીયા, જે. આર. કીકાણી, દિલીપભાઇ ઠાકર, કિરીટભાઇ વોરા, વૈશાલી પારેખ તેમજ અન્ય સભ્યોએ સીએ પ્રવિણભાઇ ધોળકીયા, મનસુખલાલ જાગાણી, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરા તેમજ શહેરના અગ્રીમ નાગરીકો, જુદી જુદી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૪)

(4:09 pm IST)