Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કુવાડવા રોડ- પોપટપરામાં નિર્માણ થયેલા આવાસ યોજનાનું

રવિવારે લોકાર્પણઃ પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તેવા હેતુથી કુવાડવા રોડ પર ડીમાર્ટની પાછળ અને પોપટપરામાં નવનિર્માણ પામેલ રૂ. ૪૧.૫૦ કરોડના ખર્ચે કુલ ૬૧૬ આવાસોનું ટુંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને  આજે તા.૨૦/ રોજ સ્થળ મુલાકાત લેવા મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, સિટી એન્જી. એ.એમ.મિત્રા, વોર્ડ નં.૪ના પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી સી.ટી. પટેલ તથા કાનાભાઈ ડંડૈયા, વોર્ડ નં.૩ પ્રમુખ હેમુભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેલ હતા.(૨૨.૨૧)

(4:08 pm IST)