Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને ''૫૧ મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સ'' એવોર્ડ

રાજકોટઃ લોકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવાની દિશામાં તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (સાતત્યપૂર્ણ વિકાસ)માં ઇન્ફ્રાન્સ્ટ્રકચર સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીને ''૫૧ મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સ'' એવોર્ડ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્યરત ''વર્લ્ડ સી.એસ.આર. ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી'' સંગઠન દ્વારા તા.૧૭ અને ૧૮ના રોજ મુંબઇ ખાતે યોજાયેલ પરિષદમાં વિશ્વના મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સને ઉપરોકત એવોર્ડઝી એનાયત કરવામાં આવેલ હતા. ''વર્લ્ડ સી.એસ.આર.ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી'' સંગઠન વિશ્વભરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણ ઉપરાંત સામાજિક હિતમાં કાર્ય કરી રહેલા મહાનુભાવો, અધિકારીઓ તેમજ કોર્પોરેટ સોશિયલ સિસ્પોન્સીબિલિટી નિભાવી પોતાનું યોગદાન આપી રહેલી કંપનીઓને પણ વિવિધ માધ્યમોથી સહાયભૂત થવા પ્રયાસ કરે છે અને તેઓની ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠાને દર વરસે એવોર્ડઝના માધ્યમથી બિરદાવે છે. આ યશકલગીમાં આજે વધુ એક પીછું ઉમેરાતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, બંછાનિધિપાનીને કેન્દ્ર સરકાર દ્વારા આવાસ યોજના પરિવહન સેવાની નોંધ લઇ વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે.(૭.૨૭)

 

(4:02 pm IST)