Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગરમીમાં વધારોઃ રાજકોટમાં ૩૫.૨ ડિગ્રી : પવનની ગતિ ૧૬ કિ.મી.:આ મહિનાના અંત સુધીમાં સવારે-સાંજ ઠંડીનો અહેસાસ થશે

શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહયો છે. આજે બપોરે ૩ વાગે ૩૫.૨ ડિગ્રી તાપમાન છે. ગરમી સાથે ૧૬ કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાય રહયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે  આ મહિનાના અંત સુધીમાં સવારે અને સાંજના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. ત્યારબાદ ધીમે-ધીમે ગરમીનો દોર શરૂ થશે. જયારે ઉતર ભારતમાં હજુ ઠંડીનો દોર ચાલુ રહેશે. (૪૦.૧૩)

 

 

(4:00 pm IST)