Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

છેલ્લા ૪ મહિનામાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ૬૩ હજાર લોકોએ નિહાળ્યું

રાજકોટઃ શહેરના વોર્ડનં. ૭માં આવેલા આલ્ફ્રેડ હાઇસ્કુલમાં નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ નવેમ્બરમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં ૩૫૬થી વધુ વિદેશી સહિત કુલ-૬૨,૮૨૮ મુલાકાતીઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી. રાજકોટ મહાનગરપાલિકાને પ્રવેશ ફી પેટે કુલ રૂ.૧૩.૫૭ લાખની આવક થયેલ છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ગાંધી સાહિત્ય ધરાવતી અદ્યતન લાયબ્રેરી, ગાર્ડન,વિશાળ પાર્કિગ સુવિધા, ગાંધીજીના પુસ્તકો અને વસ્તુઓ ધરાવતી સોવિનીયર શોપ, એ.ટી.એમ., મ્યુઝિયમ ગાઇડની સુવિધા, સાંજના ૭ કલાકે દરરોજ ''લાઇટ સાઉન્ડ શો'' ઉપરાંત ટુંક સમયમાં મ્યુઝિયમ ખાતે ફૂડ-કોર્ટ પણ શરૂ થનાર હોઇ, ગાંધીજીના જીવનનાં આદર્શો અને જીવનમુલ્યોથી માહિતગાર થવા રાજકોટ શહેરની તેમજ આસપાસની જાહેર જનતા, શાળા-કોલેજો મ્યુઝિયમની અચૂક મુલાકાત લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમજ મહાત્મા ગાંધી મ્યુઝીયમના પ્રાંગણમાં બનેલ ફુડ કોર્ટનો શનિવારથી પ્રારંભ થનાર હોવાનું આધાર ભુત સુત્રોએ જણાવ્યુ હતું.(૭.૨૯)

(3:59 pm IST)