Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજકોટ-ભાવનગર હાઇવે પર સણોસરા પાસે ટ્રકમાં અચાનક વિકરાળ આગ ભભૂકી

ફાયર ફાઈટરો પહોંચે તે પહેલાં ટ્રક સળગીને ખાખ

રાજકોટ અને ભાવનગર હાઇવે ઉપર એક ટ્રકમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી ભાવનગર હાઇવે ઉપર આવેલ સણોસરા ગામ પાસે   ટ્રકમાં અચાનક આગ લાગી હતી.. આગ એટલી વિકરાળ હતી કે જોતા જોતમાં જ ટ્રક ભડભડ સડગી ઉઠ્યો હતો

 આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે આસપાસ ભીષણ ગરમી નો માહોલ સર્જાયો હતો.ભાવનગર રાજકોટ હાઇવે ઉપર પસાર થતા દરેક વાહનો ટ્રકમાં લાગેલી આગ નિહાળીને પસાર થઈ રહયા હતા આગ લાગવાને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો

 સમગ્ર ઘટન અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી જોકે ફાયર ફાઈટરો પહોંચે તે પહેલાં ટ્રક સળગીને ખાખ થઈ ગયો હોવાનું  જાણવા મળી રહ્યું છે

(11:06 pm IST)