Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

૭ મહિનામાં ૫૭ હજાર લોકોએ આધારકાર્ડમાં સુધારા કરાવ્યાં

કોર્પોરેશન કચેરીએ દરરોજ સેંકડો લોકો આધારકાર્ડ સુધારા માટે લાઈનો લગાવે છે

રાજકોટ, તા. ૨૦ :. આધારકાર્ડ એ હવે દરેક ભારતીય માટે મહત્વનો દસ્તાવેજ બની ગયો છે ત્યારે તેમા નાની મોટી ક્ષતિઓ તેમજ નામ-સરમાના વગેરેમાં સુધારા માટે સતત પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે રાજકોટ શહેરના કોર્પોરેશન સંચાલિત આધારકાર્ડ કેન્દ્રમાં દરરોજ સેંકડો લોકોની કતાર લાગે છે. છેલ્લા ૭ મહિનામાં ૫૭૦૦૦ લોકોએ આધારકાર્ડ સુધરાવ્યા છે.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ આંકડાઓ મુજબ એપ્રિલ મહિનામાં ૬૯૯૦, મે મહિનામાં ૮૯૦૧, જૂનમાં ૮૨૭૬, જુલાઈમાં ૯૭૮૯, ઓગષ્ટમાં ૯૧૦૧, સપ્ટેમ્બરમાં ૬૬૭૨, ઓકટોબર ૭૯૪૯ તમામ મળી છેલ્લા ૭ મહિનામાં ૫૭૪૮૮ લોકોએ આધારકાર્ડમાં ફેરફારો કરાવ્યા હતા.

(3:46 pm IST)