Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કાલે ઇદે મીલાદુન્નબીએ સવારે વિશાળ ઝુલુસ નિકળશે

મેરે મહેબુબ મેરી બંદગી કો કબુલ કરના, જહાં પે શર ઝુકાયે વહે પે કાબા બના દેના : રામનાથપરા અને સદર વિસ્તારના ઝુલુસો સાથે નાના મોટા અસંખ્ય ઝુલુસો જોડાશેઃ ત્રિકોણબાગે એકત્ર થશે

સેવાકીય કાર્યો : રાજકોટ : આવતીકાલે ઇદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં ઇનુસભાઇ જુણેજા, હરીફભાઇ જુણેજા, આઇ.કે. સીલેકશન (આઇ.જી.), નાસીર જુણેજા, ઇસ્માઇલ શાહમદાર,  બાબાભાઇ ગુડવીક, ફારૂક બાધાણી, હારૂનભાઇ શાહમદાર, સરજુભાઇ દલવાણી, સરફરાજ દલવાણી નાસીર, ઇમરાન પરમાર, વાહીદભાઇ ફુટવાલા, મહમદભાઇ હાલા, શાહનવાજ સીદીકી, સલીમ કારીયાણીયા, શાહીલ ચૌહાણ, અફઝલ જુણેજા, ફારૂક કટારીયા, અબાસ કરગથરા, આશીફ ખલીફા, અલતાફભાઇ શેખ, દીનેશભાઇ વોરા, હબીબભાઇ કટારીયા (૯૮ર૪૪ ૧૬૦૬૯), ઇલુભાઇ સમા (૯૮ર૪૮ ૮૮૭૮૬), વાહીદભાઇ સમા (૯૭ર૩ર ૯૦૭૮૬), અનવરભાઇ દલ (૯૯૭૯૩ પ૦૧ર૪), રમજાનભાઇ ભલુર (૯૯૭૯૬ ૦૪૭૭૬), સલીમભાઇ દસાડીયા (૬૩પપ૬ ૯૩૮ર૮), ગુલાબભાઇ મુલતાની (૯૭ર૬૯ ૩૪૯૯ર), આરીફભાઇ ચાવડા(૯૮ર૪૮ ૦૦૦પ૪), હારૂનભાઇ શાહમદાર, રાજુભાઇ દલવાણી, અબાસ કરગથરા, અલતાફ રાઉમા, આશીફ ખલીફા, અકબરભાઇ પતાણી, નાસારભાઇ કુરેશી (વાવડી સાઉન્ડ ગૃપ) જોડાયા હતા.

રાજકોટ તા.૨૦: રાજકોટ શહેર યોૈમુન્નબી કમિટીના પ્રમુખ હાજીયુસુફભાઇ જુણેજાની યાદી મુુજબ ઇસ્લામધર્મના સ્થાપક અને રહેમતુલ્લાઆલમીન જેમણે સમગ્ર વિશ્વને શાંતિ, અમન, ભાઇચારાની ભાવનાનો સંંદેશ આપ્યો તે શાંતિદુત, ઇસ્લામધર્મના મહાન સ્થાપક હઝરત મહમદપૈગમ્બર સાહેબ સ.અ.વ. વિલાદતપર્વ ઇદે મીલાદ આવતી કાલ બુધવાર તા. ૨૧ એ દુનિયાભરના મુસ્મિો શ્રધ્ધાપૂર્વક ઉજવશે, દર વર્ષની જેમ આ વર્ષેપણ 'ઇદે મીલાદ'ની શાનદાર ઉજવણી રાજકોટ શહેરમાં શાંતિ, અમન અને ભાઇચારાની ભાવનાથી કરવામાં આવનાર છે. ત્યારે કાલે શહેરમાં સવારે રામનાથપરા ગરૂડ ચોક અને સદર વિસ્તારમાંથી મુખ્ય બે ઝુલુસો નીકળશે. આ ઉપરાંત અન્ય વિસ્તારના નાના ઝુલુસો પણ નીકળશે. આ ઝુલુસો શહેરના ત્રિકોણબાગ ખાતે એકત્ર થઇ મુખ્ય વિશાળ ઝુલુસ સાથે ઢેબર ચોક, નાગરિક બેંક ભવન, ખટારા સ્ટેન્ડ, હોસ્પિટલ ચોક થઇ રેસકોર્ષના વિશાળ ગ્રાઉન્ડમાં સભાના રૂટમાં ફેરવાય જશે. જયાં નાત શરીફ, ન્યાઝ, શાનદાર તકરીર અને સલાતોસલામ પેશ કરવામાં આવશે. આ ઝુલુસમાં અંદાજે ર લાખ હિન્દુ-મુસ્લિમ બિરાદરો એકાદ હજાર જેટલા નાના-મોટા વાહનો સાથે જોડાશે.

બાલ મુબારક

અત્રે ઉલ્લેખનીય  છે કે, ઇદે મીલાદની આગલી રાતે  આજે મંગળવારે મોટી રાત કહેવાય છે આજે શહેરની તમામ મસ્જીદો મુસ્લિમ સમાજના ઘરો અને મહોલ્લાને શાનદાર રોશનીથી શણગાર કરવામાં આવે છે. આજે આખી રાત શહેરની ૩૫ જેટલી મસ્જીદોમાં નમાઝ પડવામાં આવશે અને આ ઉપરાંત આજે રાત્રે જેનું સોથી વધુ મહત્વ છે.બાલમુબારકના દિદાર મુસ્લિમ બિરાદરો કરશે અને વહેલી સવારે સલાતોસલામ પડાશે. ત્યારબાદ મુસ્લિમોના પવિત્ર આકા અને મહાન પથદર્શકના જન્મ દિવસના મુબારક વધામણા કરવા શહેરમાં શાનદાર ઝુલુસો નિકળશે.

આવતીકાલ બુધવારે તા. ર૧ ના રોજ મુસ્લીમોના પવિત્ર આકા અને મહાન પથદર્શકના જન્મદિન મુબારકને વઘામણા કરવા યૌમુન્નબી કમીટીના ઉપક્રમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક ફલોટસ, ટ્રક, મોટર, રીક્ષા મોટર સાયકલ સહિતના વિવિધ વાહનોમાં સવારે ૭ વાગ્યે દૂધની ડેરી, જંગલેશ્વર, બાપુનગર, બાબરીયા કોલોની, ગોકુલનગર, થોરાળા વિસ્તાર, ભગવતીપરા, ગંજીવાડા, માજોઠીનગર, રામનાથપરા, ઘાંચીવાડ વિગેરે વિસ્તારનું ઝૂલૂસ રામનાથપરા ગરૂડ ચોક ખાતે પહોંચશે જયાંથી કોઠારીયાનાકા, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, બાપુના બાવલા પાસે થઇને ઢેબર ચોકમાં પહોંચશે. જયાંથી સદર વિસ્તારના રૈયા, નુરાનીપરા, નહેરૂનગર, લક્ષ્મીનગર, ભીસ્તીવાડ, પોપટપરા, મોચી બજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, સદર વિસ્તાર, રૂખડીયા કોલોની વિસ્તારનું ઝૂલૂસ ફુલછાબ ચોકમાં ભેગા થઇને સદર બજાર હરીહર ચોક, જયુબેલી ચોક, એસબીએસ ચોકથી ત્રિકોણબાગ થઇને શહેરના વિસ્તારના ઝૂલૂસમાં ભેગા થઇ ઢેબર રોડ, નાગરીક બેન્ક, હોસ્પિટલ ચોક થઇને રેસકોર્ષના વિશાળ ગ્રાઉન્ડમાં પહોંચી ધાર્મિક સભાના રૂટમાં ફેરવાય જશે. જયાં નાત શરીફ વાએઝ શરીફ અને મઝહબે ઇસ્લામ શું છે ? આતંકવાદીને કોઇ ધર્મ હોતો નથી. ઇસ્લામમાં કદાપી આતંકવાદને સ્થાન હોય શકે નહીં. તેના ઉપર જાહેર વ્યાખ્યા, તકરીર, સુપ્રસિધ્ધ મૌલાના સાહેબ આપી શાંતી, અમન અને ભાચારાની ભાવનાનો સંદેશ વધુ મજબુત બનાવશે.

આવતીકાલે સવારે રામનાથપરા ગરૂડ ચોકમાંથી શહેર ખતીબ મૌલાના મુઝાહીદ સાહેબની આગેવાની હેઠળ ઝૂલૂસ નીકળશે. આ ઝૂલૂસમાં રામનાથપરા, હુસેની ચોક, નવી ઘાંચીવાડ, જંગલેશ્વર, દૂધની ડેરી, ભગવતીપરા, મનહરપરા, માજોઠીનગર, સુમરા સોસાયટી, દેવપરા, લક્ષ્મીનગર સહિતના વિસ્તારના નાના મોટા ૭૦૦ જેટલા વાહનો જોડાશે.

સદર વિસ્તાર

આવતીકાલે સવારે નમાઝ બાદ ફુલછાબ ચોકમાંથી સદર વિસ્તારનું વિશાળ ઝૂલૂસ સદર જામા મસ્જીદના ઇમામ સાહેબ હાફીઝ હાજી અકરમ સાહેબની આગેવાની હેઠળ નીકળશે તેમજ સદર વિસ્તાર તથા અન્ય વિસ્તારના ઝૂલૂસ ફુલછાબ ચોકમાં એકત્ર થશે અને ત્યાંથી હજારો માણસો સાથે ૪૦૦ થી પ૦૦ વાહનો સાથેનું ઝૂલૂસ શરૂ થશે. ફુલછાબ ચોકથી શરૂ થનાર આ ઝૂલૂસ સદર બજાર, હરીહર ચોક, એસબીએસ ચોક, ઢેબર ચોક, ત્રિકોણ બાગ ચોક, નાગરીક બેન્ક ચોક, હોસ્પિટલ ચોક થઇને રેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં પહોંચશે.તો ઉપરોકત ઝૂલૂસમાં મુસ્લીમ બિરાદરો પોતાના ધંધા-રોજગાર બંધ કરી ઉત્સાહભેર જોડાયને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉમટી પડે તે માટે મુસ્લીમ અગ્રણીઓએ અપીલ કરી છે.

(3:45 pm IST)