Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ચૂંટણી પ્રથાથી સૌકોઇ કંટાળ્‍યા છેઃખૂબજ અણગમો-અવિશ્વાસ ફેલાઇ ગયા છેઃકામદાર

આવતી કાલે ચંૂટણીપ્રથા સામે રણટંકારા કાલે સાંજે ૪ વાગે જાહેરસભાઃ ચોંકાવનારી વિગતો રજૂ થશે

રાજકોટઃ ચૂંટણીની હાલની પ્રથા કે જે પヘમિના રાજનીતિજ્ઞ મુત્‍સદીઓએ આ અનેરા દેશમાં ઘુસાડેલ છે. તેનો હવે નજદિકના ભવિષ્‍યમાં અંત દૃષ્‍ટિગોચર થાય છે, ભારતવર્ષની અતિ ભોટ પ્રજા બહારના કે અંદરના દુષ્‍ટ રાજકારણીઓની  બીછવેલી જાળમાં ફસાઇ જાય છે. હવે મહદ્‌ અંશે આંખ ઉઘડી છે. અને સન ૧૯૪૭માં કંઇક કાચુ રંધાઇ ગયું છે. તેની પ્રતિતિ થાય છે, તેથી મતની ભીખ માંગનારા સ્‍વાર્થી તત્‍વોથી અળગા રહેવા મૌન થતા જાય છે. મોટા ભાગના દેશબાંધવો ચૂંટણી નામની જક્ષિણીને ઓળખી ગયા છે. સાચુ સમજનારા હજારો માણસોની એટલે કે ચૂંટણી પ્રથાને ધિક્કારતી કોઇ તટસ્‍થ સભા થઇ નથી પરંતુ હવે આ ચૂંટણી પ્રથાને દેશવટો આપવા બુલંદ અવાજ ઉઠાવવા જાહેર સભાનું આયોજન કરેલ છે, તેમાં સત્‍ય સમજી ગયેલા હજારો શુભેચ્‍છકો, હિતચિંતકોને ખાસ આમંત્રણ છે. આ સભામાં ચોંકાવનારો આヘર્યજનક ઇતિહાસ-કાવતરાનો કાળો ઇતિહાસ આર્ય મહાસંસ્‍કૃતિના સમર્થક શ્રી સુમનલાલ કામદાર રજુ કરશે. દેશને કોઇપણ ભોગે બચાવવાનો છે. શ્રી વિમલભાઇ ધામી,  સાહિત્‍યકાર, લેખક, વિચારક, પત્રકાર તેઓશ્રી સભાનું સંચાલન કરશે. હેલ્‍મેટને દાદ નહી દેનાર તેમજ સચ્‍ચાઇથી જાહેર કાર્ય કરનાર શ્રી અશોકભાઇ પટેલ આ સભામાં ખાસ ઉપસ્‍થિત રહેશે. તેમ એક યાદીમાં સુમનભાઇ કામદારે જણાવ્‍યુ છે.

 સભા સ્‍થળઃ ઇન્‍દ્રપ્રસ્‍થ મેઇન રોડ, ચંદ્રેશવાડી,સમય : સાજે ૪ કલાકે તારીખ આવતી કાલ તા.૨૯ નવેમ્‍બર મંગળવાર

(3:57 pm IST)