Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ધ કોસ્‍મોસ બેંકની રાજકોટ શાખાનું નવા રંગરૂપ સાથે અનાવરણ

ધીકોસ્‍મોસ કો ઓપરેટીવ બેંક છેલ્લા ૧૧૭ વર્ષથી આધુનિક બેંકીંગ સુવિધાઓ અને નવી કાર્ય પ્રણાલીઓથી સજજ છે અને ૭ રાજયોમાં ૧૫૨ શાખાઓ ધરાવે છે. કો.ઓ.બેંક ઓફ અમદાવાદ સહીત અન્‍ય છ બેંકોના મર્જર અને વિલીનીકરણથી થાપણદારોનું હિત સાચવી રૂ.૪૮૦૭ કરોડના વ્‍યાપાર ધરાવવા સાથે ગુજરાતની પ્રથમ નંબરની મલ્‍ટી સ્‍ટેટ શેડયુલ્‍ડ કો.ઓ. બેન્‍ક તરીકે ઉભરી આવી છે. તયરે રૂ.૨૩૬ કરોડના વ્‍યવસાય સાથે ૨૦૦૭ થી કાર્યરત રાજકોટ શાખાને નવારંગરૂપ સાથે નવા સ્‍થળે કાર્યરત કરવામાં આવતા બેંકના વાઇસ ચેરમેન સચિન આપ્‍ટે, એમ.ડી. શ્રીમતી ટીમ્‍સ મેડમ તથા અન્‍ય બોર્ડ ઓફ ડીરેકટર્સના હસ્‍તે પુજા કાર્ય સંપન્ન થયેલ. આ બ્રાન્‍ચનું અનાવરણ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે અમદાવાદ જોનલ ઓફીસથી ડીજીએમ જગદીશભાઇ ચાવડા, એજીએમ ચાર્મીબેન મહેતા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બ્રાન્‍ચના મેનેજરશ્રી અને સ્‍ટાફગણે જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)