Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

રાજકોટની ભાગોળે સાત હનુમાન પાસે સોખડા રોડ પર ભરવાડ યુવક છગન ઝાપડાની હત્યા

નોનવેજની દુકાને કુતરાઓ ભેગા થવા મુદ્દે સમજાવા ગયેલ છગન પર ત્રણ શખ્સો છરી વડે તૂટી પડ્યા :હત્યા નિપજાવી ફરાર

રાજકોટની ભાગોળે સાત હનુમાન પાસે ભરવાડ યુવકની હત્યા થઇ છે મળતી વિગત મુજબ નોનવેજની દુકાને કુતરાઓ ભેગા થવા મુદ્દે યુવક સમજવા જતા ત્રણ -ચાર શખ્સોએ છરીથી  હુમલો કરી હત્યા નિપજાવી ફરાર થયા છે

આ અંગે વધુમાં મળતી વિગત મુજબ સોખડા રોડ પર આઇઓસીની પાછળ રહેતા છગન ઘેલાભાઈ ઝપડા( ઉ,વ, 24( પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરીને હત્યા  ફરાર થયા છે બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ એન એન ચુડાસમા  સહિતના પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી છે

(11:58 pm IST)