Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રાજકોટમાં બે નવા વીજ સબ ડિવીઝનને મંજૂરી મોરબી રોડ અને મોટામવા વીજ સબ ડિવીઝન મંજૂર : નાનામવા - બેડીનાકા - માધાપર - આજી સબ ડિવીઝનમાંથી કનેકશનનો ભાગલા કરાશે હવે રાજકોટમાં ૨૩ સબ ડિવીઝન

રાજકોટમાં સરકારે વધુ બે નવા વીજ સબ ડિવીઝનને ગઇકાલે મોડી સાંજે મંજૂરી આપી દિધી છે : મોરબી રોડ અને મોટામવા આ બંને નવા વીજ સબ ડિવીઝન બનશે : નાનામવા - કાલાવડ રોડ - બેડીનાકા - માધાપર - આજી સબ ડિવીઝનમાંથી કનેકશનનો ભાગલા કરાશે : હવે રાજકોટમાં ૨૩ સબ ડિવીઝન થશે : નવા બંને સબ ડિવીઝનમાં ડે. ઇજનેર - બે જુનિયર ઇજનેર - એકાઉન્ટ - બીલીંગ તથા લાઇન સ્ટાફ મળી કુલ ૩૫થી ૪૦નો નવો સ્ટાફ ધડાધડ ભરાશે

 

(10:31 am IST)
  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST

  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST