Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

સરકારી લો કોલેજમાં બંધારણ દિનની ઉજવણી : કાયદા નિષ્ણાંતોએ બંધારણની મૂળભૂતની છણાવટ કરી

રાજકોટ : રાજયની સૌથી જૂની અને મુખ્યમંત્રીથી લઇ રાજયપાલ સહિત અને જાહેરજીવનના અનેક મોભીઓ જેના વિદ્યાર્થીઓ રહી ચૂકયા છે એવી એ.એમ.પી. સરકારી લો કોલેજના તાજેતરમાં નિયુકત પ્રાચાર્ય ડો. મિનલબેન એ. રાવલ અને સમગ્ર ટીમે બંધારણ દિન નિમિત્તે ખૂબજ જ પ્રભાવી અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવા કાર્યક્રમનું આયોજન કર્યું. પ્રારંભે પ્રાચાર્યા ડો. મિનલબેન એ. રાવલ કાર્યક્રમની ભૂમિકા આપતા જણાવ્યું કે બંધારણ દિન નિમિત્તે બંધારણનો ઇતિહાસ વર્તમાન અને ભાવિ પડકારો જેવા અગત્યના વિષય પર પરિસંવાદ તેમજ બંધારણ પરત્વેની પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. ડો. મિનલબેન ભારતીય ંધારણના મૂળભૂત તત્વોની છણાવટ કરી બંધારણના ઘડવૈયાઓને સવિશેષ રીતે ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રદાનને યાદ કરી અંજલી આપી હતી. સીન્ડીકેટ સભ્ય અને કાયદા વિદ્યાશાખાના અધરધેન ડીન શ્રી ડો. નેહલ શુકલએ યુવા શકિતને આહવાન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રોમાં આવેલી જાગૃતિ અને બંધારણ પરત્વે જાગેલી રૂચિ સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉચિત રીતે ઉજવવા પર ભાર મૂકયો છે અને યુવાશકિતએ તેનો પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે.  પ્રો. ડો. પ્રો. મહેન્દ્રભાઇ પાડલીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગોવિંદ ગુરૂ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિએ અને લો કોલેજમાં તેમના અધ્યાપક તરીકેના કાર્યકાળને યાદ કરી કોલેજની ભવ્ય પરંપરાને યાદ કરી હતી. શ્રી ડો.. પાડલીયાએ ભારતીય બંધારણના આમુખને મહત્તમ અને મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે, આમુખ  ઉપર નજર નાખીએ તો પ્રજાને સ્વાતંત્ર્યની ભેટ બક્ષવાની સાથે સામાજિક, આર્થિક રાજકીય, ન્યાય અને કલ્યાણ, રાજયની સંકલ્પના રચવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. ડો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, ર૦૧૯નું વર્ષ બંધારણીય ઘટનાઓની દૃષ્ટિથી ખૂબજ મહત્વનું સાબીત થયું. વર્તમાન સરકારના નેતૃત્વએ ૪૯૯ વર્ષ જુના રામજન્મ ભૂમિ વિવાદના ઉકેલ માટે એટલે કે સંસદ અને કારોબારીએ બંધારણના ત્રીજા અંગ ન્યાયતંત્ર પર ભરોસો મૂકયો, અને ન્યાયતંત્રના માર્ગે જ ઉકેલ આવી શકે તેવી પ્રતિબદ્ધતા વ્યકત કરી. બીજી તરફ ન્યાયતંત્રએ પણ મેરેથોન હિયરીંગ દ્વારા ૪૯૯ વર્ષ જુના વિવાદનો ઉકેલ લાવી દીધો છે. આ નાની સુની ઘટના નથી. એવી રીતે બંધારણની અસ્થાયી અને કામચલાઉ એવી અનુચ્છેદ ૩૭૦ સંસદમાં પૂર્ણ ચર્ચા પછી રદ કરી એમ સંસદીય ગરીમા પણ જાળવાણી અને તવારીખી ઘટના બની, આ તત્વાવધાનમાં ભારતીય બંધારણ સમકક્ષના પડકારો જેમ કે ચૂંટણી સુધારા, શિક્ષણની તકો ન્યાયિક સક્રિયાતા અને અંકુશ જેવા વિષયો ઉભરી આવે છે.  પરિસંવાદના અંતે બંધારણ પ્રતિબદ્ધતાના શપથ લેવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. પ્રકાશ કાગડાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પરમેશ્વરી રાજગુરૂએ કરેલ. કોલેજના સમગ્ર સ્ટાફની ટીમે ખૂબજ જહેમત ઉઠાવેલ

(4:08 pm IST)