Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

દિવાની દાવાના સંદર્ભે અરજી રદ થતા હાઇકોર્ટમાં થયેલ અરજી પણ ફગાવાઇ

રાજકોટ તા. ર૮ : દિવાની દાવામા જરૂરી પક્ષકાર ન હોવા સબબ ડીલીટ કરવાની અરજી રદ થતા ગુજરાત હાઇકોર્ટમા઼ સ્પે.સી.એ.દાખલ કરેલ તે કાઢી નાંખતો ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

રાજકોટમાં રહેતા સોનાબેન મેરાભાઇ કઠેચા (ભરવાડ) એ તેમની માલીકી કબજા ભોગવટાની સ્થાવર મિલ્કતના ઉપરના ભાગે આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરાવવા માટે કુંવરજીભાઇ તુલસીભાઇ મારૂ, રામ્યુ.કોર્પો. તથા અન્યો સામે વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ અંગેનો દાવો દાખલ કરેલ જેમાં ચાલુ દાવાએ કુંવરજીભાઇ તુલસીભાઇ મારૂએ દાવામાં જરૂરી પક્ષકાર નથી તેમ જણાવી દાવામાંથી ડીલીટ કરવા અંગેની અરજી રજુ કરેલ જેમાં વાદી એડવોકેટ હર્ષદકુમાર, એસ. માણેકની દલીલો તથા લખિત વાંધાઓ તથા રા.મ્યુ. કોર્પો. ની રજુઆત ધ્યાને લઇ સદરહું કુંવરજીભાઇ મારૂની ડીલીટ કરવાની અરજી જેમાં શ્રી સુતરીયા મેડમે રદ કરેલ.

આ હુકમની સામે કુંવરજીભાઇ મારૂ એ ગુજરાત હાઇકોર્ટમાં સ્પે.સી.એ. દાખલ કરેલ, જેમાં સોનાબેન ભરવાડ તદ્ન ગરીબ હોય, અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં વકીલ દ્વારા હાજર રહી શકે તેમ ન હોય, જેથી લેખીત જવાબ, વાંધા તથા દલીલ રજુ કરેલ. તેમાં દર્શાવેલ તમામ હકીકતો તથા નામ. સિવીલ કોર્ટનું તમામ રેકર્ડ ધ્યાને લઇ તથા રા.મ્યુ.કોપો. ની દલીલો ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે કુંવરજીભાઇ મારૂની સીવીલ અપીલ રીજેકટ/નામંજુર કરેલ છે.

આ કામમાં રીસ્પોન્ડન્ટ/વાદી સોનાબેન ભરવાડ તરફે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રીશ્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા તથા કિશનભાઇ ડી. મીઠાપરા રોકાયેલ છે.

(3:40 pm IST)