Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

દેશી-વિદેશી દારૂની ડ્રાઇવ : નવ શખ્સો પકડાયા

બીયરની ૧૧૭ ટીન સાથે બે-રામેશ્વર ચોક પાસેથી ૧૮ બોટલ સાથે એક અને દેશી દારૂ સાથે છની ધરપકડ

રાજકોટ, તા. ર૮ :  શહેરના જુદા-જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂ અંગેની ડ્રાઇવર રાખવામાં આવી હતી. જેમાં વિદેશીદારૂ સાથે એક, બીયરના જથ્થા સાથે બે અને દેશી દારૂ સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમીશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂ અંગેની ડ્રાઇવર રાખવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.જી. ડાંગર, હેડ કોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ, હરપાલસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ નિર્મળસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. હરપાલસિંહ, જેન્તીગીરી અને પુષ્પરાજસિંહને મળેલી બાતમીના આધારે રૈયા રોડ રામેશ્વર ચોક પાસે દરોડો પાડી દારૂની ૧૮ બોટલ સાથે જીતેશ ચત્રભુજભાઇ જટણીયા (ઉ.વ.પર) (રહે. રામેશ્વર ચોક મુળ દ્વારકા)ને પકડી લીધો હતો.

જયારે બીજા બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇએમ આર. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. કે. ઝાલા, હેડ કોન્સ. બી.ડી. ભરવાડ, એચ.એચ. પરમાર, દીલીપભાઇ, મનીષભાઇ દેવેન્દ્રસિંહ, અજીતભાઇ, રાજેશભાઇ, હરેશભાઇ તથા મુકેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે માલીયાસણ ગામે પાસેથી જી.જે. ૧૦ સીજી.૪પ૬૦ નંબરની આઇ-ર૦ કારને રોકી તલાસી લેતા તેમાંથી રૂ. ૧૧,૭૦૦ની કિંમતના બીયરના ૧૧૭ ટીન મળી આવતા પોલીસે રાહુલ માલદેભાઇ ભુતીયા (ઉ.વ.ર૬) (રહે. જામનગર પવન ચકકી રોડ શંકર ટેકરી) અને અજય પરબતભાઇ ભાદરકા (ઉ.વ.રર) (રહે. જામનગર ખોડીયાર કોલોની વૃંદાવન સોસાયટી શેરી નં. ૪) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે અન્ય દરોડામાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.ડી. જાદવ સહિતે કુબલીયાપરા શેરી નં. પમાંથી રૂ. ૧૮૦નો અને ચુનારાવાડ શેરી નં. રમાંથી રૂ. ૮૦ નો દેશી દારૂ કબ્જે કરી માસુ રમણીક રાઠોડ અને ટીનુ ઉર્ફ બરેલી કાળુ ચૌહાણ (ઉ.વ.૪૦)ની શોધખોળ હાથ ધરી છે. જયારે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ બી.ડી. ભરવાડ તથા અજીતભાઇ સહિતે બેડલા ગામની સીમમાં ધર્મેશભાઇ માવજીભાઇ ગોવાણીની વાડીમાંથી ર૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો કબ્જે કરી ધર્મેશ ગોવાણીની અટકાયત કરી હતી. જયારે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ વેલુભા ઝાલા સહિતે અમનગર-૧ બાપાસીતારામ ચોક પાસેથી રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે કેતન ચંપક ચરાડવા (ઉ.વ.૩પ) (રહે. મોરબી રોડ ખોડીયાર પાર્ક) ને ગોકુલનગર શેરી નં. ૩ માંથી રૂ. ર૦૦ના દેશી દારૂ સાથે બળવંત છનુભા રાઠોડ (ઉ.વ.૩૬) (રહે. કોઠારિયા રોડ હુડકો કવાર્ટર નં.ડી./પ૦)ને તથા એઅસઆઇ જી.કે. પરમાર સહિતે ઉમાકાંત પંડીત ઉદ્યોનગર પાસેથી રાજેશ ઘુસાભાઇ વાઘેલા (ઉ.વ.૪૩) (રહે. લક્ષ્મીનગર) શેરી નં. ૮/ર) ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. જયારે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ સંતોષભમાઇ મોરી સહિતે માધાપર ગામ પાસેથી સગીરને છરી સાથે પકડી લીધો હતો. તથા છોટુનગર મફતીયાપરા શેરી નં. ૧માંથી રૂ. ર૪૦ના દેશીદારૂ સાથે મુન્ની વેલજીભાઇ અધારીયા (ઉ.વ.૪પ)ને ઝડપી પાડયો હતો. જયારે તાલુકા પોલીસ મથકના એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા સહિતે મોટા મવા પાટીદાર ચોક પાસેથી દારૂથી જી.જે. ૩ કે.એ. ૯પ૧૯ નંબરનું બાઇક લઇને નીકળેલા પ્રશાંત વિનોદભાઇ સીમેજીયા (ઉ.વ.૩૧) (રહે. સફલ રેસીડેન્સી બી-૩૦૧ મોટામવા) ને અને મવડી ગામના ચોક પાસેથી જી.જે. ૩ એચએલ-૯૧૪૧ નંબરના એકટીવા લઇને નિકળેલા સુરેશ ધનજીભાઇસોરઠીયા (ઉ.વ.૪૭) (રહે. મવડી ગામ) ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયો હતો તથા કોન્સ. વી.એમ. જાડેજા સહિત બરકતીનગર પાસે શકિતનગરના ગેઇટ પાસેથી રૂ. ૬૦ના દેશીદારૂ સાથે રામજી સારા સાડમીયા (ઉ.વ.૪૦) (રહે. બરકતીનગર) ને તથા દોઢસો ફૂટ રોડ સવન બીલ્ડીંગની પાછળ ઝુપડામાંથી રૂ. ૧૪૦ના દેશી દારૂ સાથે રાજુ મફાભાઇ ઠાકુર (ઉ.વ.૩૦) (રહે. ઝુપડપટ્ટી)ને તથા રામધણ પાસેથી દારૂ પી જી.જે. ૩ જેઆર. ૮૬ર૭ નંબરની વેગનાર કાર લઇને નીકળેલા પરેશ નારૂભા રાઠોડ (ઉ.વ.૪ર) (રહે. યુનિ. રોડ તોરલ પાર્ક-ર) અને મનીષ નરેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૪૦) (રહે. રાધાનગર-૩ માયાણીનગર પાસે) ને પકડી લીધા હતા. જયારે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. જે. બી. ગોહિલ સહિતે આકાશવાણી ચોક પાસેથી સુભાષ પરસોતમ શેખલા (ઉ.વ.ર૬) (રહે. આંબેડકરનગર શેરી નં.પ ગોંડલ રોડ) ને દારૂ પીધેલી હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:36 pm IST)