Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

વોર્ડ નં. ૩ ના વિવિધ વિસ્તારોમાં ડામર કામનો પ્રારંભઃ કોંગી કોર્પોરેટરોના પ્રયત્નો સફળ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૩માં રેલનગરના વિકસતા વિતસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત ભારે વરસાદના કારણે ખરાબ થઇ ગયેલ હતી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો તેમજ ભારે વરસાદમાં રેલનગર અંડરબ્રીજ અને પોપટપરાના નાલામાં પાણી ભરાય જતા સમગ્ર વિસ્તાર શહેરથી વિખુટો પડી ટાપુમાં ફેરવાય જાય છે. ત્યાર આ વિસ્તારમાં જવા માટેનો એક એક માત્ર રસ્તો પ૩-કવાટર્સ માઉન્ટન પોલી સહેડકવાટર્સ પાસેથી પસાર થાય છ.ે તે રોડનો ૩પ વર્ષ જુનો પ્રશ્ન વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ સ્થાનીક આગેવાનોને સાથે રાખી રૂબરૂ પોલીસ વડા અને મ્યુ.કમિશનર વિભાગોનું સંકલન કરાવી પોતાની ગ્રાન્ટમાંથી પોપટપરા કર્ણશ્વર મહાદેવથી કબ્રસ્તાન સુધીના રોડનું ડામરકામ કરાવેલ ત્યારબાદ આગળનો રોડ મ્યુ.કો.ની સિધી દેખરેખ નીચે આવતો હોય જે રોનડને ર૦૧૯-ર૦ ના એકસન પ્લાનમાં સમાવેશ કરવાડાવી કામગીરી આગળ વધારાયા હતી. જો અન્યાય આજે વિકાસનાકામોનો પ્રારંભ વોર્ડ નં.૩ના સિનિ.કોંગ્રેસી આગેવાન મનુભાઇ કોટક (મનુમામા) હસ્તે કરવામાંં આવ્યો હતો આ તકે વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયા, અતુલ રાજાણી, વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, સિન. કોંગ્રેસ આગેવાન એડવોકેટ અશોકસિંહ વાઘેલા પૂર્વ સ્ટેડીંગ ચેરમેન મેઘજીભાઇ રાઠોડ, વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પુજારા, વોર્ડ મહામંત્રી વિજય શિતાપરા, ઉપપ્રમુખ મિલન રાઠોડ, કાર્યકરો સર્વશ્રી દામાભાઇ હુંબલ, સહદેવસિંહ વાઘેલા, લાલાભાઇ બારયા, અબ્બાસભાઇ નવાબ બાપુ તેમજ વિસ્તારના સ્થાનીક બહેનો અને ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગાયત્રીબા વાઘેલા તેમજ સર્વ આગેવાનોનું સ્વાગત કરી આભાર માન્યો હતો.

(3:33 pm IST)