Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

ઓલમ્પિયાડ કોમ્પીટીટીવ એકઝામમાં સ્કોલર્સ એકેડમીના વિદ્યાર્થીઓ ઝળકયા

રાજકોટ તા.૨૮ : ગુજરાત તથા દેશભરમાં નાના બાળકોની કોમ્પીટીટીવ એકઝામ OLYMPIADમાં સ્કોલર્સ એકેડમીના વિદ્યાર્થીઓએ રૂ.૫૦,૦૦૦ થી વધારેના કેશપ્રાઇઝ, ૧૫ ગોલ્ડમેડલ તથા ૪ સિલ્વર મેડલ મેળવી સંસ્થા, વાલીગણ તથા રાજકોટનું ગૌરવ વધારેલ છે.

જેમાંથી એકેડમીના વિદ્યાર્થી રાજવર્ધનસિંહ ગેહલોતએ ઇન્ટરનેશનલ રેન્ક-૨ મેળવી રૂ.૨૫૦૦૦નું કેશપ્રાઇઝ, ધો.૭માં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીની પુષ્ટી રબારા c૫૦૦૦, ધો.૬માં અભ્યાસ કરતા જીત વઘાસીયા રૂ.૫૦૦૦, ધો.૬માં અભ્યાસ કરતી ઇશીતા અઘારા રૂા.૨૫૦૦ તેમજ ધો.૫માં અભ્યાસ કરતા પાર્થ ધ્રુવ રૂ.૨૫૦૦ તેમજ અન્ય વિદ્યાર્થીઓએ અન્ય કેશપ્રાઇઝ, ગોલ્ડમેડલ તેમજ સિલ્વરમેડલ મેળવેલ છે. આ સિધ્ધી બદલ સર્વે વિનર્સને સંસ્થા તથા વાલીગણે અભિનંદન પાઠવેલ.

 

(4:28 pm IST)