Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

શૈક્ષણિક વિકાસમાં ભાજપ મેરીટમાં પ્રથમ તો કોંગ્રેસ ફુલ્લી નાપાસ થઈ છે

રાજકોટ - ૬૯ બેઠકના ઉમેદવાર વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં લોકસંપર્ક અભિયાને વેગ પકડ્યો : ગુણવતાયુકત શિક્ષણ અને કૌશલ્ય નિર્માણનો મહાયજ્ઞ એ જ ભાજપનો સંકલ્પ : અંજલીબેન

રાજકોટ, તા.૨૮ : રાજકોટ મહિલા મોરચાના અગ્રણી શ્રીમતી અંજલિબેન રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પ્રચારને વેગીલો બનાવતા રાજકોટ-૬૯ મત વિસ્તારમાં લોકસંપર્ક કરી કોર્નર મીટીંગ, યુવાનો સાથે સંવાદ કરી સમગ્ર દિવસ દરમ્યાન પ્રચાર કર્યો હતો. વિસ્તારના લોકોએ શ્રીમતી અંજલીબેનનું ઉમળકાભેર, આત્મિય સ્વાગત કર્યું હતું. વિવિધ વિસ્તારમાં લોકો સાથે જુથ સભા દરમ્યાન સંવાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે શૈક્ષણિક ક્ષેત્રે નવતર અભિગમ અને પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. શિક્ષણ માત્ર પુસ્તકિયું જ્ઞાન બનીને રહી ના જાય તે માટે ભાજપ સરકારે કમર કસી છે. ભાજપ સરકારે વાંચે ગુજરાતનો અભિગમ અપનાવી વધુને વધુ લોકોશિક્ષિત થાય તેવો મહાયજ્ઞ શરૂ કર્યો છે તદઉપરાંત કૌશલ્ય વિકાસ માધ્યમથી યુવાનોને ગુણવત્ત્।ાસભર શિક્ષણ આપવા નવી પહેલ કરી છે, જે કોંગ્રેસને સમયમાં કયારેય થઈ નથી. વાત હોય ટેબલેટ વિતરણની, નામાંકિત સ્કુલમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની, સ્વનિર્ભર શાળા ઉપર ફી નિર્ધારણરૂપે લગામ કસવાની હોય, સ્કીલ ડેવલપ માટે ફિનિશિંગ સ્કૂલ શરૂ કરવાની હોય કે પછી નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવાની હોય, ભાજપ સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે આવા અનેક જનહિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. શૈક્ષણિક વિકાસમાં ભાજપ મેરીટમાં પ્રથમ ક્રમે છે તો કોંગ્રેસ 'ફુલ્લી નાપાસ' થઈ છે.

ભાજપ સરકાર દ્વારા રાઈટ ટુ એજયુકેશન કાયદા અન્વયે નબળાં અને વંચિત વર્ગના બાળકોને નામાંકિત શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. મનફાવે તે રીતે તગડી ફી વસુલતા સંચાલકો ઉપર લગામ કસવા રાજય સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ કરતો 'ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) એકટ ૨૦૧૭' અમલમાં મુકીને તેના અસરકારક અમલ માટેના નિયમો નક્કી કર્યા છે. જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રાહત મળી છે. તેવી જ રીતે પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા પ્રાથમિક શિક્ષણોની ચિંતા સેવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને સાતમાં પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની વિદ્યાસહાયકોની અને મુખ્ય શિક્ષકોની ભરતી કરીને નવી નિમણૂકો આપવામાં આવી છે. વિદ્યાસહાયકોને મળતા રૂ.૭૮૦૦નો ફિકસ પગારમાં વધારો કરીને રૂ.૧૦,૫૦૦ કરવામાં આવ્યા છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા છે. તેવી જ રીતે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ-૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા હતાં. 

શ્રીમતી અંજલીબેન સાથે લોકસંપર્ક દરમિયાન મેયરશ્રી જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, ભાજપ કાર્યકર હેમેનભાઈ જલુ તથા કાર્યકરો હાજર રહ્યા હતા.(

મતદાર પોતાનો મત તેના ઇચ્છીત ઉમેદવારને નથી ગયો તેવી ચેલેન્જ કરી શકશે

ચુંટણીપંચનો મહત્વનો આદેશઃ મતદાનના દિવસે કોઇ પણ મતદારને પોતાનો મત તેણે આપેલ ઉમેદવારને નથી ગયો તેવું લાગશે તો ચેલેન્જ કરી શકશેઃ મતદાર સાચો ઠરશે તો બીજી વખત મતદાન કરવા દેવાશેઃ મતદાર ખોટો પડશે તો ૬ મહીનાની કેદની જોગવાઇઃ આ માટે દરેક મતદાન મથકે ર૦-ર૦ ફોર્મ રખાશે

 

(4:06 pm IST)