Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

એક તો બાઇકને કારની ઠોકરે લીધું ને માથે જતાં પીછો કરી હુમલો કર્યો

રેલનગરના પિયુષ જોષીનો રાજારામ સોસાયટીથી હોસ્પિટલ ચોકી સુધી પીછો કરી ત્રણ શખ્સોએ માર માર્યો

રાજકોટ તા. ૨૮: રેલનગર શિવદ્રષ્ટી પાર્કમાં રહેતો પિયુષ ગોૈરીશંકર જોષી (ઉ.૨૭) નામના બ્રાહ્મણ યુવાનને સામા કાંઠે અકસ્માત નડ્યા બાદ કારના ચાલક સહિત ત્રણ શખ્સોએ તેનો પીછો કરી હોસ્પિટલ ચોકમાં આંતરી ધોલધપાટ કરતાં સારવાર લેવી પડી હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રેલનગરમાં રહેતો પિયુષ જોષી ગઇકાલે પોતાનું બાઇક હંકારી રાજારામ સોસાયટીના આવાસ કવાર્ટર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક કાર ચાલકે ઠોકરે લેતાં અકસ્માત સર્જાતાં બોલાચાલી થઇ હતી. બાદમાં પિયુષ ઘર તરફ જવા રવાના થઇ ગયો હતો. દરમિયાન કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ પીછો કરી તેને હોસ્પિટલ ચોક પાસે આંતરી માથાકુટ કરી મારકુટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હુમલાખોરો પૈકી બે શખ્સોના નામ લાલભાઇ અને દીપો હોવાનું પિયુષને જાણવા મળતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધે એ પહેલા જતો રહ્યો હતો.

(12:48 pm IST)