Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

કાલે દાઉદી વ્હોરા સમાજનું ઝૂલુસ નીકળશે

ઈદેમિલાદુન્નબી નિમિતે આયોજન : આમિલ સાહેબ હાજરી આપશેઃ બદરી મસ્જીદેથી પ્રારંભ થઈ વિવિધ માર્ગો ઉપર ફરશે : નૂર મસ્જીદ ખાતે વાઅઝ

ઇદેમીલાદ : યૌમુન્નબી કમિટીના હોદ્દેદારો આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલ ત્યારની તસ્વીરમાં હાજી  યુસુફભાઇ જુણેજા, યુનુશભાઇ જુણેજા, રજાકભાઇ જામનગરી, હબીબભાઇ કટારીયા, ફારૂક બાવાણી, આશીફ સલોત, હારૂનભાઇ શાહમદાર, ઇકબાલભાઇ સકરીયાણી, મહંમહદભાઇ હાલા, હાસમભાઇ સૂમરા, ઇસ્માઇલભાઇ વિકીયાણી, અનવરભાઇ દલ, હાજી આશીફભાઇ દલવાણી, ઇકબાલભાઇ ઠેબા, એજાજબાપુ બુખારી, રજાકભાઇ કારીયાણીયા, પરવેજ કુરેશી, ઇલ્યાસભાઇ ચૌહાણ, હાસભાઇ દોઢીયા, ઇલુભાઇ શમા, પપ્પુભાઇ શમા, રમજાનભાઇ દલ નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૮ : ઈસ્લામ ધર્મના  મહાન નબી સાહેબ મોહમ્મદ રસુલ્લાહ સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીના પૂર્વ સંધ્યાએ આવતીકાલે તા.૨૯ને બુધવારના રોજ સાંજે ૬:૩૦ વાગ્યાથી મગરીબ - ઈશાની નમાઝ બાદ સમગ્ર દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઝૂલુસ નીકળશે.

આ ઝૂલુસમાં રાજકોટના આમીલ સાહેબ જનાબ મુસ્તફાભાઈ સાહેબ વજીદી તેમજ ઝકવી મોહલ્લાના આમીલસાહેબ કુરેશભાઈસાહેબ, કુત્બી મોહલ્લાના આમીલ સાહેબ શેખ અબ્બાસભાઈ, વજીહી મોહલ્લાના આમીલસાહેબ શેખ હુશેનભાઈ અને રાજકોટના સમગ્ર દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ સામેલ થશે.

આ ઝુલુસ બદરી મસ્જીદેથી નીકળી રાજકોટના શહેરના વિવિધ માર્ગ ઉપરથી પસાર થશે અને નુરમસ્જીદ ખાતે જશે. ત્યાં વાઅઝ થશે. આ રીતે વિશ્વભરમાં જે જગ્યાએ દાઉદી વ્હોરા સમાજ વસે છે ત્યાં ત્યાં ઝૂલુસ નીકળશે અને વાઅઝ થશે. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડ્સવાળાએ જણાવ્યુ હતું.

(12:46 pm IST)