Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

જિલ્લા પંચાયતના કાર્યક્રમમાં શાસક અને વિપક્ષના નેતાની બાદબાકી

સૌનો સાથ, સૌનો વિકાસની વાતો માત્ર કાગળ પર

રાજકોટ, તા. ૨૮ :. જિલ્લા પંચાયત દ્વારા આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દીકરી, રમતવીર અને યોગા સે યોગ કાર્યક્રમ યોજાયેલ. જેના આમંત્રણ કાર્ડમાં શાસક પક્ષના નેતા વિરલ પનારા અને વિપક્ષના નેતા અર્જુન ખાટરિયાની બાદબાકી દેખાઈ આવે છે. આમંત્રણમાં રામભાઈ મોકરીયા, ભૂપત બોદર, ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠિયાનું નામ દર્શાવવામાં આવેલ છે. વિપક્ષી નેતા કે સબંધિત સમિતિના અધ્યક્ષોના નામ આમંત્રિત કે મહેમાન તરીકે દર્શાવવાનું પંચાયતના  શાસકોને જરૂરી લાગ્યુ નથી. આજે કાર્યક્રમ એકદમ મર્યાદિત લોકોની હાજરીમાં જ યોજાયો હતો. નિમંત્રક તરીકે જિલ્લા પંચાયત દર્શાવેલ છે. મહાનગરપાલિકાના આમંત્રણ કાર્ડમાં શાસક - વિપક્ષ બન્ને નેતાના નામ હોય છે. પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓએ જાણ્યે - અજાણ્યે બન્નેની અવગણના કરી છે. અર્જુન ખાટરિયાએ જણાવેલ કે મારૂ નામ પણ લખેલ નથી અને મને રૂબરૂ, વોટસઅપથી કે અન્ય કોઇ રીતે નિમંત્રણ પણ પાઠવેલ નથી.

આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે જણાવેલ કે કાર્યક્રમ ઉતાવળે નકકી થયો હોવાથી આવુ બનાવા જોગ છે. ભવિષ્યમાં જેના નામ નિમંત્રણ પત્રમાં લખવા પાત્ર હોય તે રહી ન જાય તેની કાળજી રાખવા વહીવટી તંત્રને તાકીદ કરી છે.

(4:15 pm IST)