Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

આંધપ્રદેશના વેપારી વિરૂધ્ધ સાડાત્રણ લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ર૮ : આંધ્રપ્રદેશના વેપારીએ ખોળની ખરીદી સામે આપેલ ત્રણ લાખ પચાસ હજારનો ચેક રીટર્ન થતા ફોજદારી ફરીયાદ થતા કોર્ટે આરોપી સામે સમન્સ કાઢેલ છે.

રાજકોટના વેપારી સહાર એકસપોર્ટના માલીક અશોકભાઇ જેસાભાઇ ડઢાણીયા તેમનો ગ્રાઉન્ડ નટ કેક વેચાણનો ધંધો કરે છે. તેઓને આંધ્રપ્રદેશના કાલીદીન્દીના વેપારી આદિત્ય એકવા ટ્રેડર્સના માલીક ભાસ્કર રાવ સીરીંગીનીડી સાથે વ્યાપારીક સબંધ હોય, રૂ.૧૦,પ૭,૦૮૬/૦૦ ની કિંમતની ખોળ(ગ્રાઉન્ડ નટ કેક) ની વેચાણ આપેલ. વેચાણ આપેલ માલની બાકી લેણી રકમની અશોકભાઇ ડઢાણીયાએ ઉઘરાણી કરતા આદિત્ય એકવા ટ્રેડર્સના માલીકે રૂ.૩,પ૦,૦૦૦/૦૦ નો ચેક એવા વચન વિશ્વાસ અને ખાત્રી સાથે આપેલ કે આ ચેક બેન્ક એકાઉન્ટમાં ભર્યેથી ચેકવાળી રકમ મળી જશે.

આ કામે અશોકભાઇ ડઢાણીયાએ ચેક ખાતામાં ભરતા એ'કાઉન્ટ કલોઝડ'ના શેરાથી સ્વીકારાયા વીના ચેક પરત ફરેલ. જેથી તેઓએ ચેક રીટર્ન થયા અંગેની તેમજ ચેકવાળી રકમ ચુકવી આપવા રાજકોટના એડવોકેટ નિલેશ જી.પટેલ મારફત નોટીસ આપેલ. આદિત્ય એકવા ટ્રેડર્સના માલીકને નોટીસ આપી ચેક રીટર્ન થયા અંગેની તેમજ ચેકવાળી રકમ ચુકવી આવા જાણ કરવા છતા ચેકવાળી રકમ નહિ જેથી સહારા એકસપોર્ટના માલીક અશોકભાઇ જેસાભાઇ ડઢાણીયાએ આદિત્ય એકવ ટ્ર઼ેડર્સના માલીક ભાસ્કર રાવ સીરીંગીનીડી સામે રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટ સમક્ષ નિલેશ જી.પટેલ એડવોકેટ મારફત ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદી અશોકભાઇ જેસાભાઇ ડઢાણીયાની આરોપીને શખ્ત પગલા લેવા જરૂરી અને ન્યાયીક છે. સહારા એકસપોર્ટના માલીક અશોકભાઇ જેસાભાઇ ડઢાણીયા તરફેની રજુઆતો ધ્યાને લઇ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે ફરીયાદ રજીસ્ટરે લઇ આરોપી આદિત્ય એકવા ટ્રેડર્સના માલીક ભાસ્કર રાવ સીરીગીનીડીને હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરવા હુકમ ફરમાવેલ છે આ કામના ફરીયાદી સહારા એકસપોર્ટના માલીક અશોકભાઇ જેસાભાઇ ડઢાણીયા તરફથી રાજકોટના નિલેશ જી.પટેલ એડવોકેટ રોકાયેલા છે.

(4:05 pm IST)