Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

પીએસઆઇ-લોકરક્ષકની પરિક્ષા માટે પોલીસ પરિવારના સંતાનોને હેડકવાર્ટર ખાતે ખાસ તાલિમ અને માર્ગદર્શન

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બારીયા, પીઆઇ કોટડીયાના સુપરવિઝનમાં તૈયારી

રાજકોટઃ આગામી સમયમાં યોજાનારી પીએસઆઇ અને લોકરક્ષકની ભરતી સંદર્ભે શહેરના પોલીસ હેડકવાર્ટર પરેડ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવનારા પોલીસ પરિવારના ૧૬૦ જેટલા સંતાનોને શારીરિક પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પરીક્ષામાં પરૂષ ઉમેદવાર માટે ૫૦૦૦ મીટર અને મહીલા ઉમેદવાર માટે ૧૬૦૦ મીટર દોડ પુર્ણ કરવા પૂર્વ તૈયારીના ભાગ રૂપે જરૂરી તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે રનીંગ ટ્રેક બનાવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં એસીપી હેડકવાર્ટર  જી. એસ. બારીયા તથા રીઝર્વ પોલીસ ઇન્સ્પેકટર એમ. એ. કોટડીયાના સુપરવીઝન હેઠળ એડીઆઇ મુકેશભાઇ, રૂપેશભાઇ તથા ઘનશ્યામભાઇ તેમજ સ્પોર્ટસ ઇન્ચાર્જ અનીલભાઇ દવે, અજય ડાભી અને નિર્મળસિંહ દ્વારા અલગ-અલગ બેચ બનાવી પરેડ ગ્રાઉન્ડ ખાતે દોડ માટે વિશેષ તાલીમ અને માગદર્શન અપાયું છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પણ ખાસ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ પરિવારના વધુને વધુ સંતાનો આ પરિક્ષામાં ઉતિર્ણ થાય તે માટે તૈયારી કરાવવામાં આવી છે.

(3:18 pm IST)