Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

આર્મ રેસલિંગ ચેમ્પીયનશીપ :

નિધિ  સ્કુલ રાજકોટ તથા આર્મ રેસલિંગ સ્પોર્ટસ એસોસીએશન ગુજરાત દ્વારા સિંધુભા મુળુભા ચુડાસમા મેમોરીયલ ઓપન ગુજરાત આર્મ રેસલીંગ ચેમ્પીયનશીપ ર૦ર૧ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ જિલ્લાના ભાઇઓ બહેનોએ ભાગ લીધેલ. વિજેતા સ્પર્ધકોને કેશ પ્રાઇઝ, મેડલ તેમજ સર્ટીફીકેટ દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતાં. સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજય પાવર લીફટીંંગ તેમજ આર્મ રેસલિંગના ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, મંત્રી મયંક પટેલ, ઉપપ્રમુખ જે. એચ. મલેક, જોઇન્ટ સેક્રેટરી કુલદીપસિંહ સોલંકી, પ્રસિધ્ધ ટીકટોક સ્ટાર હરૂભા વાળા, સમર્પણ હોસ્પિટલના ડાયરેકટર ધર્મેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતાં. આ સ્પર્ધામાં બોયસની અલગ કેટેગરીમાં પ્રથમ વિજેતા તરીકે મેકસવેલ પલાટ, સાગર પોમલ, યશપાલસિંહ જાડેજા, જગદીશ પાટીલ, પ્રલય રાઉત, જય રવેશિયા, કિશન પાંડે તથા ગર્લ્સની અલગ કેટેગરીમાં પ્રથમ વિજેતા તરીકે સાનિયા શેખ, વંદના મકકા, હરસોડા ધૃતિ, મહેતા નિધી, માનસી મકકા, તેમજ ગોપી વ્યાસ જાહેર થયા હતાં. આ સ્પર્ધામાં યશપાલસિંહ ચુડાસમા - નિધિ સ્કુલ રાજકોટ, મનોજભાઇ બોરીયા, આર. કે. બિલ્ડર્સ, જિમીભાઇ ભુવા, નેશનલ ફીટનેશ કલબ, કિશનભાઇ પાલા, કે. કે. જવેલર્સ, જતીનભાઇ જેઠવા - પ્રયોસા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો, સહયોગ મળેલ હતો. સમગ્ર સ્પર્ધાને સફળ બનવા અસ્ફાક ધૂમરા, જય ચંદનાની, હર્ષદ રાઠોડે જહેમત ઉઠાવી હતી.

(3:09 pm IST)