Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ગુરુપુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં જામ્યો ઘરાકીનો માહોલ

સોનીબજારમાં અવનવી ડીઝાઇનના કલાત્મક આભૂષણો-ડાયમંડ જવેલરીનો ઝળહળાટ :દિવાળી પૂર્વેના મહા મુહુર્તમાં ઘટ્યા ભાવે ખરીદી માટે સવારથી ગ્રાહકો ઊમટયા : મોડેસુધી ખરીદીનો રહેશે ધમધમાટ

ગુરુ પુષ્ય નક્ષત્રના અવસરે ઝવેરી બજારમાં ખરીદીનો ધમધમાટ સર્જાયો છે શુકનવંતી ખરીદી માટે આજે વહેલી સવારથી જ ગ્રાહકો ઉમટી રહ્યા હતા તસવીરમાં  ખરીદી કરતા ગ્રાહકો નજરે પડે છે( તસવીર સંદિપ બગથરીયા ) 

રાજકોટ તા;22 પ્રકાશ પર્વ દીપાવલી પૂર્વે આજે ગુરુ પુષ્યનક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે ઝવેરી બજારમાં સોનાના આભૂષણો તેમજ સિક્કા સહિતની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડ્યા છે, 

    ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે

    દરમિયાન દીપોત્સવી મહોત્સવ અંતર્ગત ઝવેરીબજારમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સના સભ્ય જવેલર્સ દ્વારા વિશેષ વળતરની ઓફર કરી રહી છે જેમાં 10 ગ્રામ સોંનાના દાગીનાની ખરીદી પર મજૂરીમાં 10 ગ્રામ દીઠ રૂપિયા 1250નું  વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ અપાઈ રહયું છે 

    આ અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં બજારમાં ગ્રાહકોની ખરીદી ઘટી હતી તેવામાં આ વર્ષે પ્રમાણમાં વધુ ખરીદી રહેશે, અને ગુરુ પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ખરીદીનો ધમધમાટ મોડે સુધી રહેશે , છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એકંદરે ઘટાડો થયો છે હાલમાં સોનાના ભાવ માં કોઈ મોટી મુવમેન્ટ નથી જેથી ખરીદી વધવાની ધારણા છે    
    તેમણે ગુરુ પુષ્યનક્ષત્રના અવસરે ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે જણાવ્યું હતું રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે

    ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશા નાવીન્ય સભર આભૂષણોની રેંજ આપવમાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલના પ્રભુદાસભાઇ પારેખે જણાવ્યું હતું કે દિવાળી ફેસ્ટિવલ  અંતગર્ત ગ્રાહકો માટે સોનાના દાગીનામાં 10 ગ્રામે રૂપિયા 1250નું મજૂરીમાં વળતરને ડાયમન્ડ જવેલરીની મજૂરીમાં 50 ટકાનું જબરું વળતર અપાઈ રહ્યું છે જેનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યાંનું જણાવી તેઓ કહે છે કે બજારમાં આજે શુકનવંતા અવસરે ખરીદીનો માહોલ જામ્યો છે  

રાધિકા જવેલર્સ વાળા અશોકભાઈ ઝીંઝુવાડિયા કહે છે કે ગુરુ પુષ્યનક્ષત્રના શુભ અવસરે કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી રહ્યા છે તેમ કહીને આવનારા તહેવાર અને લગ્નસરાની સિઝનને કારણે સોનાની ખરીદીમાં ચોક્કસ વધારો થશે તેમ ઉમેર્યું હતું 

   આજે ગુરુપુષ્ય નક્ષત્રનાઅવસરે ખરીદીનો વહેલી સવારથી ધમધમાટ જોવા મળી રહ્યો છે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શોરૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે 

(1:36 pm IST)