Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વોર્ડનં.૧૦માં નંદનવન સોસાયટીમાં ડામર રી-કાર્પેટના કામનું અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત

રાજકોટ : શહેરના વોર્ડનં.૧૦ ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવરિત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુની. રોડ પર આવેલ નંદનવન સોસાયટી ખાતે ડામર રી-કાર્પેટના કામનું ખાતમુર્હુત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ  અજંલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વીનભાઇ ભોરાણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ મંત્રી હેમાંગભાઇ માકડીયા, વિનુભાઇ વ્યાસ તથા સ્થાનીક અગ્રણી નંદનવન સોસાયટીના પ્રમુખ માધુભાઇ પટોળીયા, સેક્રેટરી રમણીકભાઇ, ઉપપ્રમુખ ઘેટીયાભાઇ તેમજ સ્થાનીક લતાવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)