Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વોર્ડ નં. ૧પમાં અવધ પાર્કમાં ડામર કામ થશે : કોંગી કોર્પોરેટરના પ્રયત્નો સફળ

રાજકોટઃ શહેરના વોર્ડનં.૧૫માં આવેલ અવધપાર્ક સોસાયટીની શેરીઓમાં રૂ.૨૫ લાખ/- ના ખર્ચે અવધપાર્ક સોસાયટીની શેરીઓમાં ડામર કામ થશે જે કામનું ખાતમુહૂર્ત કોંગ્રેસના કોર્પોરેટરો વશરામભાઈ સાગઠીયા (વિરોધપક્ષના નેતા), મકબુલભાઈ દાઉદાણી, માસુબેન હેરભા, ભાનુબેન સોરાણી દ્વારા વિસ્તારવાસીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું છે આ  પ્રસંગે ઉપસ્થિત વશરામભાઈ ચાંડપા, હીરાલાલ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, પરેશભાઈ સોલંકી, ભાણજીભાઈ દાફડા, ગીરીશભાઈ વાણીયા, જેઠાભાઈ નકુમ, જેન્તીભાઈ ચાવડા, નરશીભાઈ રાણાભાઈ, ભીખાભાઈ રાઠોડ, વિનુભાઈ રાઠોડ, દિનેશભાઈ , છગનભાઈ રાઠોડ, હરીભાઈ, જીતુભાઈ પરમાર, ભીમજીભાઈ ગોહેલ, જગદીશભાઈ મુછડીયા, મહિલાઓ મંજુબેન રાઠોડ, કુસુમબેન રાઠોડ, શાંતાબેન રાઠોડ, બાલુબેન રાઠોડ, કંકુબેન સાગઠીયા, રેખાબેન કોળી, મધુબેન રાઠોડ, લક્ષ્મીબેન મકવાણા, અમરતબેન ચાવડા, રાણીબેન ચાવડા, આશાબેન મુછડીયા સહિતના  આગેવાનો, કાર્યકરો અને વિસ્તારવાસીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)