Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ઓવરબ્રીજનું કામ ચાલુ હોય સિવિલ હોસ્પિટના ગેઈટ નજીક અવાર- નવાર જોવા મળતો ટ્રાફીકજામઃ વાહનચાલકોને હાલાકી

રાજકોટઃ અહિંના સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજનું કામ ચાલુ હોય ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં જવા માટે એસ.બી.આઈ. સામેનો એક જ ગેઈટ ચાલુ છે. જયારે એક ગેઈટ કોવિડના દર્દીઓ માટે જ ચાલુ રાખવામાં આવ્યો છે. એક જ ગેઈટ ચાલુ હોય હોસ્પિટલની બહાર નિકળનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૌધરી હાઈસ્કૂલવાળા રોડ ઉપર પણ સતત ટ્રાફીકજામ જોવા મળે છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
 

(3:44 pm IST)