Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પ૯-પ૯ લાખના બે ચેક રીર્ટન થતા બિઝનેસમેન અમર પટેલ સામે કોર્ટમાં ફોજદારી ફરીયાદ

રાજકોટ તા. ર૮: પ૯-પ૯ લાખના બે ચેક રીર્ટન થતા શહેરના જાણીતા બીઝનેસમેન સામે તેના મિત્રએ કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરતા કોર્ટે બીઝનેશમેન સામે સમન્સ ઇસ્યુ કર્યા છે.

આ કેસની વિગત એવી છે કે, શ્રીનાથજી એજન્સીના માલીક અમર કાનજીભાઇ પટેલને તેમના ધંધાના વિકાસ અર્થે નાણાકીય જરૂરીયાત ઉભી થતા બીઝનેસમેન મિત્ર પાસેથી મિત્રતાના સંબંધના દાવે વગર વ્યાજે રૂ. ૧,૧૮,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ અઢાર લાખ પુરા હાથ ઉછીના લીધા હતા અને સદરહું રકમ અમર કાનજી પટેલએ એક વર્ષમાં બીઝનેસમેન મિત્રને પરત કરી આપશે તેવી ખાત્રી આપેલ હતી. ત્યારબાદ અમર કાનજીભાઇ પાસે બીઝનેસમેન મિત્રએ કાયદેસરની લેણી રકમ પરત માગતા સદરહું લેણી રકમના પાર્ટ પેમેન્ટ પેટે અમર કાનજીભાઇ પટેલે તેમના તથા તેમની પેઢી શ્રીનાથજી એજન્સીના એમ અનુક્રમે રૂપિયા પ૯-પ૯ લાખના બે ચેક આપેલ હતા. સદરહું ચેક બીઝનેસમેન મિત્રએ તેમના બેન્ક ખાતામાં વટાવવા માટે જમા કરાવતા આ બન્ને ચેક ''ફડસ ઇનસફીસીયન્ટ''ના શેરા સાથે વગર સ્વીકારાયે પરત થતા બીઝનેસમેન મિત્રએ તેમના એડવોકેટ આર. એચ. ઝાલા મારફત કાનુની નોટીસ પાઠવેલ ત્યારબાદ પણ સદરહું રકમ અમર કાનજીભાઇએ ન ચુકવતા અને બીઝનેસમેન મિત્રએ તેના મિત્ર અમર કાનજીભાઇ પટેલ સામે રાજકોટના ૧પમા એડી. ચીફ જયુડી. મેજી. સમક્ષ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ મુજબ ફરીયાદ કરતા કોર્ટે અમર કાનજીભાઇ પટેલને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસમાં બીઝનેસમેન મિત્ર વતી એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા, રાજેન્દ્રસિંહ એચ. ઝાલા તથા બી. એ. કરથીઆ રોકાયેલ છે.

(3:38 pm IST)
  • જપ્ત કરેલા ટ્રેઈલરોની ચોરી કરી વહેંચી મારવા સબબ 'ઈડી'ના ટોચના અધિકારીઓ સહિત ૫ની ધરપકડઃ સુરતની એક પેઢી પાસેથી દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલ 'ટ્રેઈલરો'ની ચોરી કરી વહેંચી નાખવાના પ્રયાસો સબબ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના ડેપ્યુટી ડાયરેકટર સહિત ૫ની ધરપકડ કરવામાં આવી છે : તેમાંથી મુંબઈના ઈડીના એક બાતમીદાર સહિત ૩ લોકોનો સમાવેશ થાય છે જેમને સુરતની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જયારે 'ઈડી'ના વધુ બે ઓફીસરોની ધરપકડ હજુ બાકી છે access_time 12:40 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • ' યુ.કો.બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરોની ભરતી ' : સિક્યુરિટી ઓફિસર્સ ,એન્જીનીયર્સ ,આઇટી ઓફિસર્સ ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ,સહીત કુલ 91 જગ્યાઓ ઉપર અરજી કરવાનો મોકો : વય મર્યાદા 21 થી 40 વર્ષ : અરજી કરવાની તારીખ 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી : IBPS વેબસાઈટ દ્વારા અરજી કરી શકાશે access_time 11:44 am IST