Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પૈસા દેવા જ પડશે કહી...મનહરપુરમાં જેન્તીભાઇ અગેચણીયા પર પાઇપ-ધારીયાથી ૪ જણાનો હુમલોઃ પગ ભાંગી નાંખ્યો

અજય પરસોંડા, વિક્રમ, મયુર અને કાનાએ 'અમારી સાથે બેસ' તેમ કહી ઉભા રાખ્યા બાદ 'બાઇકના પૈસા આપવાના બાકી છે તે લાવ' કહી ઝઘડો કરી હુમલો કર્યોઃ કોઇ પૈસા આપવાના ન હોવા છતાં આ રીતે બે વર્ષથી હેરાન કરી ખંડણી મંગાતી હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૮: મનહરપુર રહેતાં અને અગાઉ મ્યુ. કોર્પોરેશનમાં પ્યુન તરીકે નોકરી કરતાં તેમજ હાલમાં ખેતીવાડી  કરતાં કોળી યુવાનને રાતે ગામના પાદરેથી પોતાના બે દિકરા સાથે નીકળ્યા ત્યારે ચાર શખ્સોએ 'અમારી સાથે બેસ' તેમ કહી અટકાવી કોઇ પૈસાની લેતીદેતી ન હોવા છતાં બાઇકના પૈસા બાકી છે, આજે તો પૈસા નહિ આપ તો મારી નાંખશું...કહી પાઇપ-ધારીયાથી હુમલો કરી પગ ભાંગી નાંખતા હોસ્પિટલના બિછાને પહોંચ્યા છે. બે વર્ષથી પોપટપરાનો શખ્સ મનહરપુરના બીજા શખ્સો સાથે મળી આ રીતે કારણવગર પૈસા માંગી હેરાન કરતો હોવાનો આક્ષેપ કરાયો છે.

આ અંગે ગાંધીગ્રામ પોલીસે માધાપર પાસે મોરબી રોડ ઓવરબ્રિજ નીચે મનહરપુર-૨માં રહેતાં અને મ્યુ. કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં પ્યુન તરીકે નોકરી કરતાં તેમજ ખેતી વાડી ધરાવતાં જેન્તીભાઇ લાખાભાઇ અગેચણીયા (કોળી) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી પોપટપરાના અજય પરસોડા (કોળી), મનહરપુરના વિક્રમ બીજલભાઇ, મયુર કાળુભાઇ ઝીંઝુવાડીયા અને કાના ધીરૂભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

જેન્તીભાઇ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસે ત્યાં પહોંચી ફરિયાદની કાર્યવાહી કરી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પત્નિ તથા ત્રણ સંતાનો સાથે રહુ છું. સાંજે આઠેક વાગ્યે હું ગવરીદળ મારા ખેતરી પાકને પાણી પીવડાવવા ગયો હતો અને સાથે મારા બે દિકરા એભલ (ઉ.૪) તથા રાજુ (ઉ.૧૧) પણ હતાં. હું મારા ગામના પાદરેથી નીકળ્યો ત્યારે અજય, મયુર, વિક્રમ અને કાના બેઠા હોઇ અજયએ મને 'અહિ આવ અને અમારી સાથે બેસ' તેમ કહેતાં હું તેની પાસે ગયો હતો. એ પછી બધા વાતો કરતાં હતાં ત્યારે વિક્રમે કહેલે કે-આજે તારી સાથે તારા છોકરા છે એટલે વધુ કંઇ કહેતો નથી પણ તારે જે મને બાઇકના પૈસા આપવાના બાકી છે તે આપ તેમ કહ્યુ હતું.

પરંતુ મારે તેને આવા કોઇ પૈસા આપવાના થતાં ન હોવાથી મેં પૈસા આપવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારી સાથે ઝઘડો કરવા માંડ્યો હતો. એ પછી અજયએ લોખંડનો પાઇપ ઉપાડી મને ઉપરા ઉપરી મારવા માંડતાં હું પડી ગયો હતો. ડાબા પગમાં અને ગોઠણ પાસે ઇજા થઇ હતી. મયુરે ગાળો દઇ પાટા માર્યા હતાં. તેમજ વિક્રમે ધારીયાનો ઘા જમણા પગમાં ઝીંકીદ ીધો હતો. કાનાએ ઝપાઝપી કરી ગાળો દઇ પૈસા ન આપ્યા તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી દઇ પાટા માર્યા હતાં.

માણસો ભેગા થઇ જતાં આ લોકો ભાગી ગયા હતાં અને મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. અજય પરસોડા સાથે બે વર્ષ પહેલા મારે ઝઘડો થયો હોઇ તેનું મનદુઃખ રાખી તે વારંવાર આ રીતે ઝઘડા કરે છે. પાઇપના ઘાથી મારા ડાબા પગમાં ફ્રેકચર થયું છે.

જેન્તીભાઇના સગાએ જણાવ્યું હતું કે અજય પોપટપરામાં રહે છે. અમે બે વર્ષ પહેલા જમીન નામે કરી હોઇ ત્યારથી તે ખંડણી પેટે પૈસા માંગે છે. છેક પોપટપરાથી મનહરપુર આવી અમારા ગામના બીજા લોકો સાથે મળી આ રીતે ડખ્ખા કરતો રહે છે અને કારણ વગર પૈસા માંગતો રહે છે. આ વખતે પણ બાઇકના પૈસાનું બહાનુ કરી હુમલો કરી પગ જેન્તીભાઇનો પગ ભાંગી નાંખ્યો છે.

ગાંધીગ્રામના પીએસઆઇ એમ. બી. ગઢવીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:07 pm IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • કમળના નિશાન વાળું માસ્ક પહેરી મતદાન કરવા પહોંચ્યા : બિહારની ગયા સીટ ઉપર મતદાન માટે ગયેલા ડો. પ્રેમકુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાશે access_time 12:41 pm IST

  • ઉત્તરપ્રદેશમાં બસપા (માયાવતી) પક્ષના સંસદ સભ્યના નિવાસ સ્થાન અને ઓફીસો ઉપર મોટા પાયે દરોડા ચાલુ છે વિગતો મેળવાઇ રહી છે. access_time 11:29 am IST