Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સિવિલ હોસ્પિટલમાં અશકત બિનવારસ હાલતમાં મળેલા મહિલાની વ્હારે આવી સિકયુરીટીની ટીમ

રીટાબેન નામના મહિલાએ પોતાને સ્વજનો સાચવતા ન હોવાનું રટણ કર્યુઃ આરએમઓની રાહબરીમાં ૧૮૧ની ટીમને સોંપવા કાર્યવાહી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ પાસે એક અશકત બિમાર મહિલા બિનવારસ હાલતમાં પડ્યા હોઇ આ વખતે સિકયુરીટી ટીના એ. ડી. જાડેજા, સુપરવાઇઝર વિશાલભાઇ કારેણા રાઉન્ડમાં નીકળતાં તુરત જ મહિલા સિકયુરીટી ગાર્ડને બોલાવી આ મહિલાની પુછતાછ કરાવતાં તેમણે પોતે વાવડી પાસે આવેલા ખોડલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં હોવાનું અને પોતાનું નામ રીટાબેન અવિનાશભાઇ  મગન (પંજાબી બ્રાહ્મણ) (ઉ.વ.૫૦ )હોવાનું કહ્યું હતું. પોતાને ૧૪/૧૦ના રોજ કોવિડનો ટેસ્ટ કરાવવા લાવવામાં આવ્યા હતાં. એ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એ પછી તેઓ અહિ જ હતાં. આ ઉપરાંત દિકરીનું નામ દેવશ્રી અને દિકરાનું નામ નિરજ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાને કોઇ સાચવતા નહિ હોવાનું અને સગાને ત્યાં જવું નહિ હોવાનું તેમણે રટણ કર્યુ હતું. આ ઉપરાંત આશાપુરા માતાજીના મંદિર માતાના મઢના આશ્રમે જવું છે તેવી ઇચ્છા દર્શાવી હતી. સિકયુરીટીની ટીમે આરએમઓ ડો. રોયની રાહબરીમાં ૧૮૧ની ટીમને જાણ કરી હતી. મહિલા સિકયુરીટીની ટીમે આ મહિલાને નવડાવી નવા કપડા પહેરાવ્યા હતાં.

(3:07 pm IST)