Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

૧૪૪ દિવસ વેન્ટીલેટર-આઇ.સી.યુ.માં દર્દીની સફળ સારવાર કરતી ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમ

રાજકોટ, તા. ૧૦: ગોકુલ હોસ્પિટલ છેલ્લા ત્રીસ વર્ષથી ગંભીર દર્દીઓની સફળ સારવાર થકી સીમા ચિન્હો હાંસલ કરી ચુકી છે. ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર ખાતે હાલ માં જ એક ચેલેન્જિંગ કિસ્સો બની ગયો. ૭મી મેના કોરોના સંક્રમિત ગંભીર દર્દીની ૧૪૪ દિવસની વેન્ટિલેટર અને ICU સફળ સારવાર બાદ ૨૭મી સપ્ટેમ્બર એ સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી, હોસ્પિટલમાં દાખલ રહી સતત ૧૪૪ દિવસની સારવાર બાદ વિજય મેળવ્યો હોઈ એવો રાજકોટનો તેમજ સમગ્ર ગુજરાત માટે આ ૅરેરેસ્ટ ઓફ રેરૅ કિસ્સો છે.

૩૯ વર્ષીય યુવાનને મે મહિના માં કોરોના સંક્રમણ થયું હતું અને ગોકુલ હોસ્પિટલ ખાતે ૭ મી મે, ૨૦૨૧ ના રોજ ક્રિટિકલ અવસ્થામાં ૬૦% SPOL દાખલ કરાયા હતા, દાખલ સમયે સિટી સ્કેનમાં પણ ૨૫/૨૫ નો સ્કોર આવેલ એટલે કે ૧૦૦% ફેફસાનાં સંક્રમણની અસર આવેલ, ૧૬ જૂનના રોજ -૪૦ દિવસ બાદ કોરોનાનો રિપોર્ટ નેગીટીવ આવ્યા બાદ પણ ફેફસાની પરિસ્થિતિ ઘણી ગંભીર હતી. આ સમય દરમિયાન કોરોના એ તેમના ફેફસાને ખુબ જ નુકશાન પહોંચાડી દીધું હતું. આ સમય બાદ ૩૦ મી મે અને ૨૪મી જૂનનાં રોજ તેમના ફેફસાનો  સ્કેન કરાવતા ૨૫ માંથી ૨૫ સ્કોર આવેલ હતો. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છત્તાં પણ દર્દીની તબિયત અતિ ગંભીર હતી.

આ ખરાબ પરિસ્થિતિ દર્દીને ૅલંગ ફેલ્યોરૅ ને કારણે ૅલંગ ટ્રાન્સપ્લાન્ટૅની જેવી ગંભીર દિશા તરફ લઇ જતી હતી પરંતુ દર્દીના સંબંધીઓને ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમ - ડૉ. તેજસ મોતીવરસ, ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા, ડૉ. તેજસ કરમટા, ડૉ.હાર્દિક વેકરીયા અને ડૉ. પ્રિયંકાબા જાડેજા, ડૉ. હિરેન વાઢિયા, ડૉ.  આકાશ કોરવાડીયા, ડૉ. વિષ્ણુ અને સમગ્ર ડોકટરોની ટિમ ઉપર સંપૂર્ણ વિશ્વાશ વ્યકત કર્યો હતો અને તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ૅઅમારે સંપૂર્ણ સારવાર ગોકુલ હોસ્પિટલ ખાતે જ કરાવવી છે. સ્વજનોના આ અતુટ ભરોસા સાથે ગોકુલ હોસ્પિટલ ની ક્રિટિકલ કેર ટિમ એ સારવાર અને એક બુજાતી જિંદગી બચાવવા અથાગ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. ગંભીર પરિસ્થિતી અને ક્રિટિકલ કેર ટીમના અથાગ પ્રયત્નો વચ્ચે પણ દર્દીની પરિસ્થિતિમાં અનેક ચડાવ-ઉતરાવ આવતા હતા છતાં દર્દીનાં સગા- સંબંધી નો વિશ્વાસ અને હકારાત્મક અભિગમ અને ધીરજ ધરી, સારવાર બાબતે સંપૂર્ણ સહકાર આપ્યો હતો. આટલો લાંબો સમય હોસ્પિટલની સારવાર દરમિયાન દર્દીને ૅમયુકર માઇકોસિસૅ જેવું ઇન્ફેકસન પણ થયું ન હતું.

તા. ૨૭ સપ્ટેમ્બરનાં દર્દીને ખૂબ જ સારી અને તંદુરસ્ત હાલતમાં ૧૪૪ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય લેવાયો હતો, આ ક્ષણે સ્વજનોની ધીરજ અને કન્સલ્ટન્ટ ડોકટરો અને સમગ્ર સ્ટાફ ઉપરનો અતૂટ વિશ્વાસ થકી સમગ્ર ગોકુલ હોસ્પિટલ પરિવાર એ હર્ષેની લાગણી અનુભવી હતી ભાવવિભોર વાતાવરણમાં દર્દીને સહર્ષે અને હર્ષાશ્રુ સાથે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. કટુમ્બીજનો દ્વારા ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમ ઉપરાંત સમગ્ર ટીમનો એક કુટુંબની વ્યકિતની જેમ જ સારવાર કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

(3:54 pm IST)