Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સાવન રેસીડેન્સીના બિલ્ડીંગમાં ફલેટની મિલ્કત યથાવત જાળવી રાખવા હુકમ કરતી રાજકોટની અદાલત

રાજકોટઃ શહેરમાં નિર્મલા રોડ, તીરૂપતીનગર-૨ થી ઓળખાતા વિસ્તારમાં આવેલ 'સાવન રેસીડેન્સી' વીંગ-બી બીલ્ડીંગમાં પહેલા માળે આવેલ ફલેટ નં. બી-૧૦૪ અન્વયે  રાજકોટની અદાલતે મીલ્કતની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા ફરમાવેલ છે.

 આ કેસની હકીકત ટુકમાં એવી છે કે, રાજકોટના રહીશ બીપીનભાઈ જગજીવન રૂઘાણીએ ગુ. સુધીરભાઈ દુર્લભજીભાઈ કોઠારીના વારસદારો સામે રાજકોટની દિવાની અદાલતમાં રે.દી. કેસ નં. ૨૦૪/૨૦૧૮ ના કામે રૂ. ૮,૦૦,૦૦૦  વસુલ મેળવવા દાવો દાખલ કરી દાવાના આખરી નીકાલ થતા સુધી દાવામાં દર્શાવેલ મીલ્કતો ગુજરનાર સુધીરભાઈ દુર્લભજીભાઈ કોઠારીના વારસદારો અન્ય કોઈને કોઈપણ રીતે ટ્રાન્સફર કરે નહી તે મતલબનો મનાઈ હુકમની માગણી કરેલ  અને દાવાના સમર્થનમાં રૂ.૮,૦૦,૦૦ ગુજરનાર  સુધીરભાઈએ વગર વ્યાજે બીપીનભાઈ પાસેથી મિત્રતાના સબંધે હાથઉછીની લીધેલી.

 તે મતલબનું સુધીરભાઈએ સોગંદનામું કરી આપેલ તે તથા સુધીરભાઈએ બીપીનભાઈની લેણી રકમ પેટે રૂ. ૫,૦૦,૦૦૦ ના કટકે કટકે ત્રણ ચેકો આપેલ તેમજ ગુજરનાર સુધીરભાઈ ના પત્ની હીનાબેને બીપીનભાઈ તથા અન્ય વિરૂઘ્ધ નાણા ધીરનાર અધિનીયમ મુજબ ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ તે સામે બીપીનભાઈ એ સદરહુ ફરીયાદ રદ કરાવવા નામ. ગુજરાત હાઈકોર્ટમાં  ફો.૫.અ્.નં. ૧૭૮૮૪/ર૦૧૮ દાખલ કરેલ અને તેની આખરી સુનાવણી સુધી નામ. ગુજરાત હાઈકોર્ટે લાગતા વળગતા પોલીસ અધિકારીશ્રીને બીપીનભાઈ સામે કોઈ પગલા લેવા નહીં તેવો હુકમ ફરમાવેલ તેવા મહત્વના દસ્તાવેજી પુરાવા નામ. કોર્ટમાં રજુ કરી બીપીનભાઈની લેણી રકમ ડુબી ન જાય અને ગુજરનાર સુધીરભાઈના વારસો મીલ્કત ટ્રાન્સફર કરે નહીં તે અંગે નામ. અદાલતમાં બીપીનભાઈ ના વકીલશ્રીએ ધારદાર મુદાસર દલીલ કરતા નામ. અદાલતે પ્રથમ દ્રષ્ટિએ બીપીનભાઈનું ગુજરનાર સુધીરભાઈ પાસે લેણુ હોવાનું માની દાવાના આખરી નીકાલ સુધી રાજકોટ શહેરમાં નિર્મલા રોડ, તીરૂપતીનગર-૨ માં આવેલ 'સાવન રેસીડેન્સી' વીંગ-બી માં આવેલ ફ્લેટ નં. બી-૧૦૪ ગુ. સુધીરભાઈ દુર્લભજીભાઈ કોઠારી તથા હીનાબેન સુધીરભાઈની સંયુકત મીલ્કત વાળો ફલેટ સુધીરભાઈ કોઠારીના વારસદારોએ દાવાના આખરી નીકાલ થતા સુધી અથવા જયાં સુધી રૂ. ૮,૦૦,૦૦૦  વાદી એટલે કે બીપીનભાઈ જગજીવન રૂઘાણીને 'રી પેમેન્ટ' ન થાય ત્યાં સુધી યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો નામ. અદાલતે હુકમ ફરમાવેલ છે.

આ કામમાં વાદી વતી વકીલ સર્વશ્રી વિજય સી. ભાવસાર, નૃપેન વી. ભાવસાર તથા રાજ વી. ભાવસાર રોકાયેલ હતા.  

(3:33 pm IST)