Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જૈનમ રાસોત્સવમાં દરરોજ અલગ થીમ ઉપર ખેલૈયાઓ ઝુમશે

પંકજ ભટ્ટના ઓરકેસ્ટ્રા સાથે ગાયકો ઉમેશ બારોટ, પરાગી પારેખ, પ્રદિપ ઠકકર અને દિપ્તી ભટ્ટ ખેલૈયાઓને થીરકાવવા મજબૂર કરશેઃ કેન્ડલલાઈટ- મોબાઈલ ટોચ ઉપર પણ રાસનો રાઉન્ડ

રાજકોટ,તા.૨૮: નવરાત્રીનાં પ્રથમ નોરતે એટલે તા.૨૯ના રવિવારેને રાત્રે ૯ કલાકે જૈનમ્ નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર ઉધ્ઘાટન જાણીતા બિલ્ડર અને જેન અગ્રણી જીતુભાઈ બેનાણીનાં હસ્તે ઉદ્ઘાટન થશે. અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી મનીષભાઈ મંડેકા-રોલેકસ રીંગ, જગદીશભાઈ ડોબરીયા - જે.પી. ઈન્ફ્રાસ્ટ્રકચર, રાજુભાઈ છેડા - જસ્ટ ઈન ટાઈમ, વિનોદભાઈ દોશી-એચ.જે.ઈન્ડસ્ટ્રીઝ, સુરેશભાઈ નંદવાણા - ભવાની ઈન્ડસ્ટ્રીઝ, ચંદ્રકાંતભાઇ શેઠ - શેઠ બીલ્ડર, મુકેશભાઈ દોશી (મોડર્ન), જયેશભાઈ શાહ - સોનમ કવાર્ટઝ,  આર્કેડીયા શેર્સ એન્ડ સ્ટોક,  પ્રફુલભાઈ ગંગદેવ - બિલ્ડર,  વિમલભાઈ કેશુભાઈ ખુંટ (કાનાભાઈ)- રાજકોટ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ,   મનીષભાઈ દોશી - ચેરમેન : સૌરાષ્ટ્ર રીજીયન, વિરેન્દ્રભાઈ ખારા - જીતેન્દ્ર ગ્રુપ, પ્રાઈડ ગ્રુપ-ગોવા,  સમીરભાઈ કાલરીયા - શીલ્પન ગ્રુપ ઉપસ્થિત રહેશે.

જૈનમ્ દ્વારા સેલ્ફીના શોખીનો માટે દરરોજ અલગ અલગ થીમ સાથેનો આકર્ષક સેલ્ફી ઝોન પણ તૈયાર કરવામાં આવેલ છે.

નવરાત્રી મહોત્સવનાં ખેલૈયાઓ માટે દરરોજ સ્પર્ધાઓ અને થીમ ડે નું આયોજન કરવામાં આવેલ છે, તા.૩૦ નાં રોજ બહેનો માટે મહેંદી + ટેટ્ટુ અને ભાઈઓ માટે ટેટ્ટુ થીમ, તા.૧નાં રોજ બ્લેક કપલ ડ્રેસીંગ અને બ્લેક થીમ ડે અને ગોગલ્સ થીમ, તા.૨ નાં રોજ ગ્રુપ સ્ટેપ અને ગ્રુપ ડ્રેસીંગ સાથે દેશભકિત ડ્રેસ (ટ્રાય કલર) તા.૩નાં રોજ બહેનો માટે હેર સ્ટાઈલ અને ભાઈઓ માટે પાઘડી સ્પર્ધા, તા.૪નાં રોજ બેસ્ટ ફેમીલી ડ્રેસીંગ, થીમ ડેમાં કેન્ડલ તથા મોબાઈલ ટોર્ચ, તા.પનાં રોજ બહેનો માટે ચુડી અને ભાઈઓ કેડીયા + મોજડી, તા.૬ નાં રોજ ગરબા + આરતી અને થીમ ડે માં રેડ એન્ડ વ્હાઈટ ડ્રેસનું આયોજન પણ કરવામાં આવેલ છે. રોજબરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે.

આ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિધ્ધ સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જેન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ ટયુબ અને સમગ્ર દેશમાં અર્વાચિન દાંડીયામાં પોતાની ગાયીકી  દ્વારા ધૂમ મચાવી રહ્યા છે તેવા  ઉમેશ બારોટ, પરાગી પારેખ-બરોડા, પ્રિતી ભટ્ટ - રાજકોટ, પ્રદિપ ઠક્કર જેવા ચુનીદા કલાકારો જૈનમ્ નવરાત્રીમાં ધુમ મચાવશે. જૈનમ્ નવરાત્રી મહોત્સવનું ફેસબુક ઉપર લાઈવ કવરેજની વ્યવસ્થા અબતક ન્યુઝની ટીમ દ્વારા કરવામાં આવનાર છે.

ડેઈલી પાસ તેમજ વધુ માહીતી માટે જૈનમ મધ્યસ્થ કાર્યાલય, ડોકટર પ્લાઝા, જયુબીલી ચોક, રાજકોટ ખાતે તેમજ જીતુ કોઠારી - ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા - ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં ગાયકો ઉમેશ બારોટ, પરાગી પારેખ, પ્રદિપ ઠકકર અને દિપ્તી ભટ્ટ સાથે અમીષા દેશાઈ, ચીરાગ દોશી, મીલેશ મહેતા, જીતુભાઈ લાખાણી, અમીત દોશી, પારસ ખારા, ભાવીન ઉદાણી, વિશાલ વસા, હેમલ કામદાર નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:58 pm IST)