Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનની મૂલાકાતે

મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ માલવીયા પોલીસ સ્ટેશનની મૂલાકાત રહેવર સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી હતી. વિદ્યાર્થીઓમાં જાગૃતા આવે તથા સમાજ અને પોલસી વચ્ચે આંતરસબંધ વિકસે તથા એક સારા નાગરીક તરીકે સમાજની જવાબદારી ઉપાડે તે આશયથી આ મૂલાકાત ગોઠવાઇ હતી. પોલીસ સ્ટેશનમાં પોલીસ પીઆઇ ચુડાસમા તેમજ તેમના સ્ટાફે તેમજ ડિસ્ટાફના વેલુભા જાડેજા, જયદિપસિંહ જાડેજા, રાવલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયુ હતુ. રહેવર સ્કૂલવતી તેમના આચાર્યશ્રી ધવલભાઇ પાંભર,જયેશભાઇ જોષી, હરેશભાઇ વસોયા, જીજ્ઞેશભાઇ ફેફર, ગોપીમેડમ, કાજલમેડમ, રાજુભાઇ તેમજ સંસ્થાના ટ્રસ્ટી રઘુવીરસિંહ રહેવર હાજર રહ્યા હતા.

(3:54 pm IST)