Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલમાં વાલી સંમેલન- ગણવેશ વિતરણ

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ ખાતે તાજેતરમાં વાલી સંમેલન અને ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. વાલીના હસ્તે જ દીપપ્રાગટયથી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. મોહીત પરમાર અને અન્ય વિદ્યાર્થી વૃંદે શિક્ષક એમ. ડી. જારીયા સાથે સંગીતમય સરસ્વતી વંદના કરી હતી. શાળાના શિક્ષક ડો. વિમલભાઇ ભટ્ટે વાલીઓને શાબ્દીક સ્વાગતથી સત્કાર્યા હતા. આ તકે તમામ વિદ્યાર્થીને બે જોડી જીન્સ ટીશર્ટ, બુટ મોજા, પાઠયપુસ્તકોનું વિતરણ કરાયુ હતુ. શાળા શિક્ષક વી. વી. સોરઠીયા, વી. એ. પુંજાણી, એન. કે. રાઠોડે પ્રાસંગીક પ્રવચન કરેલ. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અહીં શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. સવારના કાર્યક્રમનું સંચાલન મોહસીન જીણાએ સંભાળ્યુ હતુુ. બપોર બાદ વાલી સંમેલન રખાયેલ. જેમાં શાળા શિક્ષક નિતીનભાઇ ભુતે શાબ્દીક સ્વાગત કરેલ. શાળાના ગ્રંથપાલ જી. એસ. ભટ્ટી, જુ.કલાર્ક રમેશભાઇ ઠુંગા, સેવક મિત્રો એલ. સી. સોલંકી, એસ. જે. અગ્રાવત, પી. આર. રબારીના હસ્તે ગણવેશ વિતરણ કરવામાં આવેલ. આ વાલી સંમેલનનું સંચાલન અને આભારવિધિ શિક્ષક ઉષાબેન પટેલે કરેલ. સમગ્ર કાર્યક્રમ માટે શાળા સમિતિના વિદ્યાર્થીઓ સમા અક્રમ, જય સુરેલા, ઝાલા કાર્તિક, દાવદ્રા બ્રીજેશ, ચોટલીયા જયદીપ, ગોસ્વામી અભિષેક, ગોહેલ રાહુલે જહેમમત ઉઠાવી હતી.

(3:53 pm IST)