Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના આગમન પૂર્વે સઘન સુરક્ષા: ટ્રોમા સેન્ટરમાં VVIP રૂમ ઉભો કરાયો;એક લિફ્ટ રિઝર્વ રખાઈ

વીવીઆઇપી રૂમમાં વાયરલેસ સેટફિટ કરાયો :ડાયરેક્ટ હોટ લાઈન પણ ફિટ : ૪ આઇસીયુઓન વ્હીલ્સ પણ સ્ટેન્ડ બાય: અમદાવાદથી કાર્ડીયો સહિતની ટીમ ખડે પગે રહેશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3૦મીએ રાજકોટ આવી રહ્યા છે તેમના આગમનને પગલે તેમની સભા અને આલ્ફ્રેડ હાઇસ્કુલની આસપાસના વિસ્તારોની સિક્યુરીટી સઘન બનાવાઇ છે ઇમરજન્સીને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે એક લિફટ પણ રિઝર્વ કરવામાં આવી છે

 વડાપ્રધાન જ્યારે રાજકોટની મુલાકાતે છે ત્યારે તેમના માટે ટ્રોમા સેન્ટરમાં એક વીવીઆઇપી રૂમ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટથી જ રાજકીય કારકીર્દી શરૂ કરીને સીએમ પછી હવે દેશનું શુકાન સંભાળનાર નરેન્દ્ર મોદીના આગમન અગાઉ વીવીઆઇપી રૂમમાં વાયરલેસ સેટ ફિટ કરવામાં આવ્યો છે સાથે જ ડાયરેકટ હોટ લાઇન પણ ફીટ કરવામાં આવી છે. જેની મદદથી પોલીસના ઉચ્ચઅધિકારીઓથી લઇને રાજયના ગૃહમંત્રી સાથે સીધો સંપર્ક કરી સકશે.

આ ઉપરાંત ૪ આઇસીયુઓન વ્હીલ્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, પોરબંદર અને જાખંભાળીયાની આઇસીયુઓ વ્હીલ્સ સતત પીએમના કાફલા સાથે જ રહેશે. જેમાં રાજકોટની ઓર્થોપેડીક, મેડીસીન, સર્જરી સહિતની ટીમ જ્યારે અમદાવાદથી કાર્ડીયો સહિતની ટીમ ખડે પગે રહેશે. સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં પણ સિક્યુરીટી કડક કરવામાં આવશે.

(1:31 am IST)