Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ડીસેમ્‍બરમાં બ્રહ્મસમાજનો હાઇટેક પરીચય મેળો

કોઇ સ્‍ટેજ શો નહિ, ૧ર૦૦થી વધુ ઉમેદવારો ભાગ લેશેઃ ફોર્મ વિતરણ

તસ્‍વીરમાં મધુકરભાઇ એસ. ખીરા, પ્રમુખ, કે. ડી. ત્રિવેદી, કન્‍વીનર, જે. પી. ત્રિવેદી, લલીતભાઇ ઉપાધ્‍યાય, સુરેશભાઇ મહેતા, બીપીનભાઇ રાવલ નજરે પડે છે.

રાજકોટ તા. ર૮ : આગામી ડીસેમ્‍બર માસમાં સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનનું હાઇટેક આયોજન કરાયું છે. ઓમ માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા બ્રાહ્મણ સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવતીઓને પસંદગીનું વિશાળ ફલક મળી શકે તે માટે સત નવમાં વર્ષ આયોજન થયું છે.

અહીંની શેઠ હાઇસ્‍કુલ ખાતે ૩૦ મી ડીસેમ્‍બર રવિવારે યોજાનાર હાઇટેક બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલન અંગે માહિતી આપતા પ્રમુખ મધુકરભાઇ એસ. ખીરા, કન્‍વીનર કિરીટભાઇ ડી. ત્રિવેદી, પ્રવિણભાઇ જોષી, જનાર્દનભાઇ આચાર્ય, જે. પી. ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે સાંપ્રત ભાગદોડના સમયમાં યુવાન દીકરા-દીકરીઓના સંબંધ માટે યોગ્‍ય પાત્રની શોધ કરવી તે માતા-પિતા માટે ભારે ચિંતાનો વિષય બની રહેતો હોય છે ત્‍યારે સમાજ સેવા માટે સદૈવ તત્‍પર પૂ. આચાર્યશ્રી ઘનશ્‍યામજી મહારાજ પ્રેરિત ઓમ મનાવ કલ્‍યાણ ટ્રસ્‍ટ છેલ્લા આઠ વર્ષથી માતા-પિતાની તેના સંતાનો માટે પાત્ર પસંદગીની ચિંતા દૂર કરવા પ્રતિ વર્ષ પસંદગી સંમેલન યોજે છે.   આ સંમેલનમાં કોઇ સ્‍ટેજ શો ન હોય યુવક-યુવતીઓને સંકોચ થતો નથી. હાઇટેક કાર્યક્રમમાં સ્‍ટુડીયો રૂમમાં પાત્ર પોતાનો પરિચય રજૂ કરે છે. જેનું હોલમાં બીગ સ્‍ક્રીન ઉપર પ્રસારણ થાય છે. ઉપસ્‍થિત વાલીઓ વિગત નોંધી શકે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્‍ટ્ર-ગુજરાત તેમજ દેશના વિવિધ પ્રાંતોમાંથી મળી હજારથી બારસો યુવક-યુવતીઓ આ સંમેલનમાં સહભાગી બને તેવી ધારણા રાખાઇ રહી છે.

ઉમેશભાઇ મહેતા, બાલેન્‍દુ જાની, બીપીનભાઇ રાવલ, દીલીપ દવે, સંજય પી. જોશી, મુકેશભાઇ ત્રિવેદી, ગીજુભાઇ જોશી, સુરેશભાઇ રાવલ, જગદીશભાઇ જે. ત્રિવેદી, સુરેશભાઇ મહેતા તથા અશોકભાઇ દવે તેમજ કાર્યકરોની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

પોરબંદરથી લઇ પુના, મોરબીથી લઇ મુંબઇ સુધી ગામેગામ પરિચય મેળાના ફોર્મનં વિતરણ શરૂ થઇ છે. પારિવારીક માહોલમાં યોજાનારા હાઇટેક પરિચય સંમેલનની વધુ માહિતી માટે મુખ્‍ય કાર્યાલય કમલ કાન્‍ત ભુવન ૬/૧૧ જાગનાથ પ્‍લોટ, રાજકોટ ફોનં. ૮૭પ૮૦ રરપરર અથવા પ્રમુખ મધુકરભાઇ ખીરા ૯૭ર૬૧ ૪૯પ૪૮, કન્‍વીનર કે.ડી. ત્રિવેદી ૯રર૭૬ ૪૯પ૭૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્‍યું છ.ે

મહેન્‍દ્રભાઇ ઉપાધ્‍યાય તથા પ્રવિણભાઇ જોશીએ ઉમેર્યું હતું કે બ્રહ્મ યુવક યુવતીઓની તસ્‍વીર રંગીન દળદાર ડીરેકટરીનું પણ આ કાર્યક્રમ દરમિયાન વિમોચન થશે. કાર્યક્રમની સફળતા માટે વિપુલભાઇ વાગડીયા, નિલેશભાઇ ત્રિવેદી હરિપ્રસાદ ત્રિવેદી, અશોકભાઇ દવે, બીપીનભાઇ રાવલ, દિલીપભાઇ દવે જહેમત ઉઠાવી રહ્યા છ.ે

 

(4:37 pm IST)